________________
ઉપર જે કાંઈ ઉત્તમ રત્ન (ઉત્તમ વસ્તુ) હોય તે રાજાને જ હોય છે. કદાચ આપને ગ્રહણ કરવાની ઇચ્છા ન હોય તો તે વસ્તુ જોવામાં શો દોષ છે ? (મંગાવીને જુઓ તો ખરા.)” આ પ્રમાણે તેનું વચન સાંભળી રાજા કે જે પ્રથમથી લોભી તો હતો જ, તે આના વચનથી અત્યંત લોભી થયો. અગ્નિ એકલો તો બાળનાર હોય છે જ, તેને પવનની સહાય તેમાં હોય તો તેમાં કહેવું શું ? કહ્યું છે :
અગ્નિ, બ્રાહ્મણ, યમરાજ, રાજા, સમુદ્ર, પેટ અને ઘરઆ સાતને નિરંતર પૂર્યા કરીએ તોપણ તે પૂર્ણ થતાં નથી.” (૪૭)
ત્યાર પછી રાજાએ પેથડને બોલાવીને પૂછ્યું : “કેટલાક લોકો આવી આવી વાતો કરે છે, તે શું સત્ય છે કે અસત્ય છે ?” ત્યારે દેદ પુત્રે કહ્યું : “હે સ્વામી ! કામઘટકની જે વાત કરનાર હોય તો તે અસત્ય છે, પરંતુ ઘીના ઘડાની નીચે જે ઈંઢોણી છે, તેમાં કૃષ્ણચિત્રક લતા હોય એમ સંભવે છે.” ત્યાર પછી રાજાની આજ્ઞાથી તેણે તે ઘીનો ઘડો મંગાવી તેને તે દેખાડયો. તે વખતે રાજાએ તે ઈઢોણીને ઘડાથી જુ દી રાખીને તેની પરીક્ષા કરી.
ત્યારે તે ઈઢોણીનો જ પ્રભાવ છે એમ જાણી રાજાએ તેના તે સત્યવાદીપણાથી ખુશ થઈ પોતાનું મસ્તક ધુણાવ્યું, કારણ કે વાણિયો ધન મેળવવાનો ઉપાય, પ્રાપ્ત થતો તે લાભ, ધનનો સંચય, તેનો
ન્યાસ (થાપણ) અને તેનો નાશ–આ સર્વ બાબતમાં સત્ય બોલતો નથી. સત્ય વાણી જ તાંબૂલ વિનાનું મુખનું ભૂષણ છે, મંત્ર અને
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org