________________
હવે આ રાજાને શાકંભરી નગરીનો સ્વામી ચાહમાન કુળમાં ઉત્પન્ન થયેલો ગોગાદે નામનો મોટો માંડલિક રાજા જૂનો પ્રધાન હતો. તે રાજાએ વર્ણવેલા પેથડના ગુણોની સ્તુતિ સાંભળી તે અત્યંત પીડા પામ્યો, કારણકે મેઘની ગર્જનાથી જવાસો' શું સુકાઈ જતો નથી? તેથી એકદા એકાંતમાં તેણે રાજાને કહ્યું: “હે દેવ ! દેદના પુત્ર પેથડે ઘણું ઘી પૂરું કર્યું છે, તેનો વૃત્તાંત આપ સાંભળો. તે પેથડના ઘરમાં કામકુંભ અથવા કૃષ્ણચિત્રલતા છે, એમ સાંભળવામાં આવ્યું છે. તેના પ્રભાવથી તેને ઘી વગેરેની અખૂટ પ્રાપ્તિ થાય છે. આપે તો બન્ને વસ્તુઓ માત્ર સાંભળી જ હશે, પણ નજરે જોઈ નહીં હોય; તેથી આ બે વસ્તુમાંથી જે કોઈ વસ્તુ હોય, તે આપને ઘેર જ લાયક છે. જો કામકું જ હોય તો તેથી ઇચ્છા પ્રમાણે અશ્વો, હાથીઓ વગેરે થાય છે, અને જો કૃષ્ણચિત્રલતા હોય તો તેથી ખજાનામાં અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. તે રાજા ! કૃષ્ણચિત્રવેલ, સ્પર્શપાષાણ, ચિંતામણિ રત્ન, સુવર્ણ પુરુષ, કુત્રિકાપણ, કામઘટ, કલ્પવૃક્ષ, કામ ધા ગાય, જળકાંતામણિ, મોતીનું સ્ત્રીપુરુષ યુગલ, અંભસ્તર, વજનો ધ્વનિ, વેધકારી રસ (રસવેધ) અને દેવતાઈ (દક્ષિણાવર્તી શંખ વગેરે આ સર્વ વસ્તુઓ અતિ દુર્લભ છે. તેથી તમારે તેની પાસેથી તે વસ્તુ ગ્રહણ કરવી યોગ્ય છે, કેમ કે પૃથ્વી
૧. વર્ષાઋતુમાં જવાનો સુકાઈ જાય છે તેવો તેનો સ્વભાવ જ છે. ૨. કુત્રિકાની દુકાન, જેમાં ત્રણ લોકોની સર્વ વસ્તુઓ હોય છે તે. ૩. પાણીમાં તારે તેવું રત્ન.
પેથડના સમકિત મોદકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org