________________
કહ્યું છે :
“રણસંગ્રામને વખતે કાળાં છત્ર વગેરે હોય છે, લગ્નઉત્સવમાં કંકુ, કેશર વગેરે હોય છે અને દીક્ષા વખતે પરમાન્ન (ખીર) વગેરે હોય છે. અર્થાત્ પરિણામને અનુસારે જ ક્રિયા હોય છે. યુદ્ધમાં નિર્દય પરિણામ હોય છે, વિવાહમાં રાગનો પરિણામ હોય છે અને દીક્ષામાં ઉજ્જવળ પરિણામ હોય છે. માટે તે તે પરિણામને યોગ્ય જ ક્રિયા હોય.)”
આ પ્રમાણે ગુરુના મુખથી વાણી સાંભળીને પછી તે પેથડે સમકિતના મોદકની લહાણી કરીને પોતાના અક્ષીણ ઘીનો લાભ લેવાનો પ્રારંભ કર્યો. તેથી તેણે પ્રથમ માતાના હૃદય જેવો સ્નિગ્ધ,' સાધુના હૃદય જેવો ઉજ્જવળ અને જિનેશ્વરના વચન જેવો સ્વાદિષ્ટ દળ તૈયાર કરાવ્યો. તેમાં ઉજજવળ કાગળમાં જેમ બત્રીસ વર્ણ (અક્ષર)નો શ્લોક
સ્થાપન કરવામાં આવે, તેમ બત્રીસ વાન સહિત ઉત્તમ આટો સ્થાપન કરવામાં આવ્યો. પછી એકેક સોનામહોર સહિત તે દળથી ભરેલા એકે ક ઘડાને જિનેશ્વરના દરેક ચૈત્યમાં તેણે દૃઢ આદરપૂર્વક મૂક્યા. પછી તે મંત્રીએ, જાણે મૂર્તિમાન ધર્મથી ભરેલા હોય તેવા, દળના ભરેલા ઘડાઓ એકેક રૂપિયા સહિત સાધર્મિકોનાં ઘરોમાં મોકલ્યા. આ પ્રમાણે વિવેકી અને ભાગ્યવંત એવા તે પેથડ મંત્રીએ, સવા લાખ ઘડાના પ્રમાણવાળા સમકિતના મોદકો આપ્યા.
૧. સ્નેહયુક્ત; પક્ષે ઘી યુક્ત. ૨. ઘી, ખાંડ, બદામ કોપરું, ચારોળી, પિસ્તા વગેરે ઉત્તમ બત્રીશ ચીજો. • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org