________________
યશના સમૂહરૂપી કપૂરની સુગંધ વડે પ્રજાને સુંદર મુખવાળી કરી. કહ્યું છે કે –
“જેમાં પાપરૂપી કલુણતા પ્રાપ્ત થતી હોય તેવો વ્યાપાર કાદવ જેવો છે, અને તે વ્યાપારમાં જો પ્રજાને રંજન કરવાથી યશ પ્રાપ્ત થાય તો તે કમળના જેવો મનોહર છે.” (૪૬)
પેથડના સમકિત મોદકો
પલ્ય વગેરેના સ્પષ્ટ દૃષ્ટાંત વડે ભવ્ય પ્રાણી મિથ્યાત્વની ગ્રંથિનો ભેદ કરીને આ સંસાર-સાગરમાં ચિંતામણિ રત્ન જેવા સમકિતને પ્રાપ્ત કરે છે. ક્રિયારૂપી લોટ વડે વ્યાપ્ત, ભાવરૂપી ઘીથી દઢ રીતે બંધાયેલું અને મોટા ઉજમણારૂપી ખાંડથી યુક્ત એવું આ સમકિત કેટલાક પ્રાણીઓને લાડુ જેવું થાય છે. ઉદાર અને બુદ્ધિમાન પુરુષ પણ સાધર્મિક બંધુઓના ઘરમાં નવી-તાજી ફળીની ઉપમાવાળા આ સમકિતને પ્રાપ્ત કરાવવા શક્તિમાન નથી જ, પરંતુ પોતાની શક્તિ પ્રમાણે પૂર્વે નહીં પ્રાપ્ત થયેલા સમકિતના પરિણામની યોગ્યતાને ધારણ કરતા આ ઉપર કહેલા મોદકો(લાડુ)ને જ પમાડી શકે છે.
૧. પલ્ય એટલે પાલો. તેમાં થોડું ધાન્ય નાખે અને ઘણું કાઢે; તેમ કરવાથી પાલો અમુક કાળે ખાલી થઈ જાય, તેમ થોડાં કર્મ બાંધે અને ઘણાં કર્મ ખપાવે, તેમ કરવાથી લઘુકર્મી થઈ સમકિત પામે છે.
પેથડના સમકિત મોદ કો
૬ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org