________________
ઉપર સ્નિગ્ધ (સ્નેહવાળા) થયા. પછી સુગંધી પિષ્ટના ચૂર્ણ વડે તે અશ્વોને ઉદ્વર્તન કરી તથા ઊના જળ વડે ધોઈ સાફ કરી અશ્વશાળામાં બાંધ્યા તથા તે ઘી બ્રાહ્મણોને આપી દીધું. આ સર્વ બનાવ પ્રથમથી જ જોઈને કાન્યકુ ન્જ (કનોજ)ના રાજાના પ્રધાનો આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા : “અહો નીક દ્વારા કુંડ ભરી અશ્વોને સ્નાન કરાવવાથી આ રાજાએ ઘી અને પાણી સરખાં ગણ્યાં, એ મોટું આશ્ચર્ય છે. તેથી રાજાનું કાંઈ પણ સ્વરૂપ સારી રીતે જાણી શકાય તેવું નથી.” આ પ્રમાણે મનમાં વિચાર કરતાં તે પ્રધાનોને રાજાએ કહ્યું : “હે મંત્રીઓ ! અમે તેલના એક બિંદુને પણ નકામું જવા દેતા નથી, અને કાર્ય પ્રસંગે સેકડો મણ ઘીનો વ્યય પણ કરીએ છીએ. તેલ અને ઘીની જેમ દ્રવ્યમાં વિના પ્રયોજને એક પાઈનો પણ ખર્ચ કરતા નથી, અને કાર્ય પ્રસંગે કોટી ધન પણ તૃણ સરખું ગણીએ છીએ.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તે પ્રધાનો તેના ઔદાર્ય, ચાતુર્ય વગેરે અનેક ગુણોથી રંજિત થયા, તેથી તેમણે મોટા પ્રશસ્ત ઉત્સવોપૂર્વક રાજા સાથે તે રાજ કન્યા પરણાવી. પછી રાજાએ તે પ્રધાનોને રજા આપી એટલે તેઓ પોતાના દેશમાં ગયા. પછી રાજાએ સાંભળ્યું કે પેથડે નગરના લોકો પાસેથી ઘી ઉઘરાવ્યું નથી, તે જાણી ઝાંઝણે પહેલાં ઘીની નીક ચલાવવાનું જે કહ્યું હતું, તે સત્ય માન્યું. રાજાનું કાર્ય, પોતાનું કાર્ય અને લોકોનું કાર્ય કરનાર હોવાથી રાજાએ તે પૃથ્વીધર (પેથડ)નું પ્રધાનપણું સભામાં વખાણ્યું. ઉત્તમ જન્મવાળા અને સર્વનો ગુણ (ઉપકાર) કરનારા તે પેથડે પોતાના
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org