________________
નીક કરાવી. પછી તે મંત્રીએ વિચાર કર્યો : “ભરત રાજાએ નગરના લોકો પાસે ચૈત્ય કરાવવા માટે એકેક ઈટ ઉપડાવી તેમને દુઃખી કર્યા હતા, તેમ ઘણા કાળથી પ્રસન્ન રાખેલા આ નગરના લોકો ઘી લાવવાથી દુ:ખી થશે. આટલા કાળ સુધી તેમના ઉપર મોટો ઉપકાર કર્યો છે, અને હવે એક થોડા કારણને માટે નગરજનોને પીડા કરવાથી મારી પણ શી શોભા ?' કહ્યું છે :
કવિજનો ઉલ્વેક્ષા કરે છે કે –- પાપડ ! સૂર્યના પ્રચંડ કિરણોનો મોટ તાપ તે ખૂબ સહન કર્યો છે, અંગારા ઉપર તને શક્યો તથા કડાઈમાં રહેલા ગરમ તેલમાં તને તળ્યો, તે સર્વ તાપ તેં બીજાને માટે સહન કર્યો છે. હવે અત્યારે તું તારી કુશળતાને પ્રગટ કરી દાંતની અંદર ભરાઈ રહ્યો છે, તેથી તને ધિક્કાર છે. આવા તારા કાર્યથી અમે લજા પામ્યા છીએ.”
પેથડની પ્રજોપકારિતા આ પ્રમાણે વિચાર કરી પેથડ મંત્રીએ ચિત્રકલતાની ઈઢોણી ઉપર રહેલા ઘડામાંથી એક નીક દ્વારા ઘી લઈ જઈને તે કુંડ સંપૂર્ણ ભરી દીધો. ત્યાર પછી રાજાની આજ્ઞા વડે રાજસેવકોએ અશ્વોને તે ઘીમાં સ્નાન કરાવ્યું, તેથી તે અશ્વો શરીર વડે જ સ્નિગ્ધ (ચિકાશવાળા) થયા એટલું જ નહીં, પણ હૃદય વડે પણ તે રાજા પ૯
* પેથડની પ્રજોપકારિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org