________________
‘આવા બદ્ધપુષ્ટિ (લોભી)ને જમાઈ કરવાથી કન્યાને, પુત્રને તથા અમારા જેવા સેવકોને શો લાભ છે ? કન્યા તો ઉદારતાને લીધે કલ્પવલ્લી જેવી છે, અને આ રાજાનું હૃદય તો કૃપણતાથી ભરેલું છે, તો પછી આ બન્નેનાં લગ્ન કેવાં બને ? શું કદાપિ સાકર અને કાંકરાનો, કલ્પલતા અને કેરડાનો તથા હંસી અને કાગડાનો સંબંધ યોગ્યતાને પામે ખરો ?” આ પ્રમાણે વિચારીને તે મંત્રીઓ કન્યા દેવામાં ઉત્સાહ રહિત થયા. તેમને જોઈ, તેનું કારણ જાણી, રાજાએ એક ચતુરાઈ આ પ્રમાણે કરી. તેણે પૃથ્વીધર (પેથડ) મંત્રીને કહ્યું : “આજે મને સ્વપ્ન આવ્યું, તેમાં શ્રેષ્ઠ અથોને ખરજના
વ્યાધિથી જર્જરિત જોયા અને પછી તેમને ઘીનું સ્નાન કરાવવાથી ફાયદો થયેલો જોયો. પછી મેં સ્વપ્ન પાઠકને પૂછયું ત્યારે તેણે કહ્યું : “તમારા મુખ્ય અશ્વોના શરીરમાં ખરજનો વ્યાધિ થશે, તેથી પ્રથમથી જ ઘીના સ્નાનનો ઉપાય કરવો યોગ્ય છે, તેમાં રાજા ! રવિવારનો દિવસ આવે ત્યારે એક રવિવારે સાત સાત અશ્વોને ઘીમાં સ્નાન કરાવવું અને પછી તે ઘી બ્રાહ્મણોને આપી દેવું. આ પ્રમાણે કરવાથી બ્રાહ્મણોને ઘીનું દાન કરવા વગેરેના પ્રભાવથી તે અશ્વોને આવતી ખરજ પણ ઉત્પન્ન થશે જ નહીં.” આ પ્રમાણે સ્વપ્નપાઠકે કહ્યું છે તેથી હે મંત્રી ! પથ્થરની સાંધોમાં સીસું પૂરીને એક કુંડ કરાવો, અને તેને ઘીથી ભરાવી દો. તે ઘી નગરના લોકો પાસેથી મંગાવવું.” તે સાંભળીને પ્રધાને, રાજાની આજ્ઞાથી, ઘડેલા પથ્થરનો એક કુંડ કરાવ્યો, અને પોતાના ઘરથી કુંડ સુધી પથ્થરની પેથડકુમાર ચરિત્ર
૫૮
Jain Education International
For Privatė & Personal Use Only
www.jainelibrary.org