________________
તોપણ તે વાહન બને છે. બુદ્ધિમાન રાજાને સેવવા લાયક અપાર વ્યાપારરૂપી સમુદ્રમાં નવા આવાસમાં રહેલા પેથડે મેરુ પર્વતની ઉપમા ધારણ કરી. સુવર્ણનું દાન કરનારા પેથડે પોતે અનેક લોકોને કર રહિત કર્યા. કેમ કે પોતે સુખકારક હોય તો શેષ (બાકીના બધા) સુખકારક જ થાય છે. જેમ કે મેઘ સમગ્ર નદીઓના જળને સમુદ્રમાં લઈ જાય છે, તેમ તે પેથડે સર્વ પ્રકારના અધિકારમાં પ્રાપ્ત થયેલું ધન રાજાને પમાડવું. તે પેથડે સીમાડાના ઉદ્ધત રાજાઓને પોતાની બુદ્ધિથી જ વશ કર્યા. જે બાબત યુદ્ધમાં અસાધ્ય હોય તે દેદીપ્યમાન બુદ્ધિથી જ સાધી શકાય છે. તે પછી પેથડે ઝાંઝણને વાણીથી ન કહી શકાય તેવા ઉત્સવોપૂર્વક ઢિલ્લી નગરના રહીશ ભીમ નામના શેઠની સોભાગ્યદેવી નામની કન્યા પરણાવી.
એકદા મોટી કીર્તિવાળા કાન્યકુ ન્જ દેશના રાજાએ કમળના જેવા મુખવાળી પોતાની કન્યાને માલવ દેશના રાજા સાથે પરણાવવા પોતાના મંત્રીઓની સાથે મોકલી. તેથી તે મંત્રીઓ કન્યાને લઈ માલવ દેશના રાજા પાસે આવ્યા, અને ઉત્સાહપૂર્વક તેમણે કન્યાના વિવાહાદિકનો વૃત્તાંત તે રાજાને કહ્યો. પછી રાજાએ આપેલા ઉતારામાં તેઓ સુખે રહ્યા. તેવામાં એકદા તેઓએ સ્નાનના સમયે માલવપતિની ક્રીડા જોઈ. તે વખતે તે રાજાને જેમ સુખ ઊપજે તેમ શરીરે અત્યંગમાલિશ કરાતું હતું, ત્યારે એક તેલનું બિંદુ નીચે પૃથ્વી પર પડયું, તે રાજાએ જોયું, એટલે તે બિંદુને આંગળી વડે લઈ રાજાએ પોતાના પગ પર લગાડયું તે જોઈ પ્રધાનો ખેદ પામીને વિચારવા લાગ્યા :
• • • • • • • • • • • • ઘીનો વેપારી પેથડ
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org