________________
રાજાએ તેમના સુખપૂર્વક નિર્વાહ માટે દર વરસે દરેક ગામમાંથી તેમના પૂર્વના પુણ્યરૂપી વૃક્ષના પુષ્પ સમાન એકેક સોનામહોરનો લાગો કરી આપ્યો. તે પછી હર્ષ પામેલા રાજાએ તે બંનેને સવારી માટે ઘોડા આપી ઘેર જવાની રજા આપી, ત્યારે તે બંને રાજાને પ્રણામ કરી અશ્વ પર આરૂઢ થઈ પોતાના ઘર તરફ ચાલ્યા. તેમની આગળ વાગતાં વાજિંત્રોના શબ્દથી આકાશતળ ભરાઈ ગયું હતું. તેમની આગળ ચાલતા મંત્રીઓ, સામંતો, અમાત્યો અને લાખો અગ્રેસર મનુષ્યોના ચાલવાથી પૃથ્વીમંડળ જાણે નમી જતું હતું. આ રીતે તે બંને પુત્ર-પિતા શોભાવાળા જયસિંહ નામના સચિવને ઘેર, જાણે કે ઇંદ્રપુત્ર અને ઇંદ્ર ઉત્તમ વિમાનમાં જતા હોય તેમ, ગયા. ત્યાં જયસિંહ પાસેથી આઠ હજાર રૂપિયા ગ્રહણ કરી બધાને સન્માન આપી, સંતોષ પમાડી, ઝાંઝણે સર્વને રજા આપી. આ પ્રમાણે વચનની ચતુરાઈથી પેથડ અને ઝાંઝણ તત્કાળ પ્રભુતાને પામ્યા. અથવા તો વાણીની કળા કદાપિ નિષ્ફળ થતી નથી. કહ્યું છે કે –
““વપુ (શરીર), વચન, વસ્ત્ર, વિદ્યા અને વૈભવ- આ પાંચ વકારથી હીન મનુષ્ય હોય તો તે ગૌરવને લાયક થતો નથી.” (૪૫)
વાણી જ અપરિમિત-મોટા મહિમાનું ઘર છે, પણ લક્ષ્મી મહિમાનું ઘર નથી. જેમ કે પોપટ સારી વાણીવાળો હોય તો તે સુવર્ણના ઘરમાં (પાંજરામાં) રહે છે, અને હાથી લક્ષ્મીનું ઘર છે, પેથડકુમાર ચરિત્ર
૧૬
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org