________________
ન્યૂનતા નથી, જો કાર્ય હોય તો થીની નીક ચલાવવા પણ હું શક્તિમાન છું, તેથી હે રાજા ! બાળકથી પણ હિત ગ્રહણ કરવું એમ જાણીને આવી પ્રથા ન પડી જાય-આવો રિવાજ બંધ થાય-તેમ કરો.’’
આ પ્રમાણે જાંગુલી વિદ્યાના જેવી તેની ઉદાર વાણી સાંભળીને રાજા ક્રોધરૂપી વિષથી મુક્ત થઈ ચિત્તમાં વિચાર કરવા લાગ્યો : ‘અહો ! આની દીર્ઘદૃષ્ટિ ! અહો ! આનુ ધૃષ્ટપણું (નીડરપણું) ! અહો ! આની વાણીની મોટાઈ ! અને ચોથુ એ કે અહો ! આના વચનની ચતુરાઈ ! આ સર્વ કોને આશ્ચર્યકારક નથી ? આ તો બાળક છે તોપણ બાળ એવા સિંહ, કલ્પવૃક્ષ અને સૂર્યની જેમ ચેષ્ટા વડે તો અબાળ જેવો છે. તેથી આ તેના પિતાની સાથોસાથ મારા પ્રધાનપદને લાયક છે.’ આ પ્રમાણે વિચારીને હર્ષના અતિશયથી મનમાં પ્રફુલ્લિત થયેલા રાજાએ તે પિતા-પુત્રને પાંચે અંગનાં સુંદર વસ્ત્રો આપી સર્વ મુદ્રાના અધિકારી બનાવ્યા. પીળી કાંતિવાળું, સુવર્ણની મુદ્રાથી યુક્ત તેમનું હાથરૂપી રાતું કમળ દેદીપ્યમાન તેમની મૂર્તિમાન લક્ષ્મી વડે જાણે આશ્રય કરાયું હોય તેમ શોભતું હતું. તે વખતે અલ્પ કાંતિવાળા શ્રાવકોરૂપી તારાઓવાળુ જિનશાસનરૂપી આકાશ શત્રુરૂપી અંધકારને હરણ કરનાર તે બંને વડે સૂર્યોદયવાળું થયું. કહ્યું છે કે
જિનેશ્વર દેવ, જિનેશ્વરના ભક્ત રાજા, મંત્રી કે બળવાન શ્રાવક તથા અતિશયવાળા આચાર્ય : આ પાંચ શાસનના ઉદ્યોતકારક
છે.’’ (૪૪)
૧૫
Jain Education International
For Private & Personal Use Only
ઘીનો વેપારી પેથડ
www.jainelibrary.org