________________
“અમારા જેવાને ઘેર પણ બે-ત્રણ દિવસ ચાલે તેટલું તો ઘી હોય છે, તો આવા મોટા દેશાધિપતિને ઘેર એક દિવસ ચાલે તેટલું પણ ઘી ન હોય, તે કેવું આશ્ચર્ય ? કદાચ કોઈ શત્રુએ કરીને કિલ્લો સંધ્યો હોય તો ઘી વગેરેનો સંગ્રહ ન હોય રે ‘આગ લાગે
ત્યારે કૂવો ખોદવા' જેવો ન્યાય જ આપને લાગુ પડે છે. વળી આપના જે મંત્રીઓ છે તે બધાને હું શિયાળાની ટાઢ ઉડાડવા માટે ધન આપનારા મંત્રીની જેમ કપટી માનું છું.' કહ્યું છે કે
“સર્પ કોઈને હસે છે, ત્યારે તેનું લોહી સપના મુખમાં આવતું નથી, તેમ જ ડસાયેલાના શરીરમાં પણ રહેતું નથી, તે જ પ્રમાણે દુષ્ટ અધિકારી હોય ત્યારે દેશનું ધન પ્રજામાં રહેતું નથી, અને રાજા પાસે પણ રહેતું નથી.” (૪૩)
જે પ્રધાન રાજાનું હિત કરે છે, અને અહિતને નિવારે છે, તેમ જ રાજાના, પોતાના અને સર્વ પ્રજાના અર્થને સાધે છે, તે જ ઉત્તમ પ્રધાન છે.” કહ્યું છે કે
“કેટલાએક મંત્રીઓ પડઘા જેવા હોય છે (રાજા જેમ બોલે તેમ જ પોતે પણ બોલે તેવા હાજીહા કરનારા હોય છે), કેટલાક અરીસા જેવા (પ્રતિબિંબ-છાયારૂપે) હોય છે અને કેટલાક દીવાની જેમ માત્ર માર્ગને દેખાડનાર હોય છે, પરંતુ અંકુશની જેમ રાજાને વશ કરનાર મંત્રી તો કોઈક જ હોય છે.''
વળી હે સ્વામી ! આપના પ્રસાદથી મારે ઘીની જરા પણ પેથડકુમાર ચરિત્ર
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org