________________
કારણે ઉઘાડાં પણ રહી જાય છે. કદાચ તેમાં ગરલ ન પડી હોય અથવા શત્રુની લાલચથી પ્રેરાઈને કોઈ માણસે વિષાદિક નાખ્યું હોય તો શું કરવું ? કારણકે શાલિ (ચોખા) ખાવામાં લુબ્ધ થયેલા પોપટ, દૂધ પીવામાં લુબ્ધ થયેલો બિલાડો અને ઘનમાં લુબ્ધ થયેલા પુરુષો અનુક્રમે પથ્થરને, લાકડીને અને અનર્થની પરંપરાને જોતા નથી. આવાં કારણોને લીધે જ રાજાઓના પાણીના ઘડાઓને પણ શત્રુના એ વિષરૂપે કરેલા કષ્ટથી બચવા માટે તાળાં દેવામાં આવે છે. “શત્રુ ઉપર વિશ્વાસ રાખવો નહીં, અને મિત્ર ઉપર પણ વિશ્વાસ રાખવો નહીં.” આવું નીતિનું રહસ્ય આપ જાણો જ છો, તેથી આપ પ્રમાદી ન થાઓ. પ્રમાદરૂપી શત્રુ પ્રાણીઓના શરીરમાં જ રહેલો હોવાથી જેમ પોતાના વસ્ત્રમાં જ સર્પ પેઠેલો હોય તેની માફક કેટલું કુશળ ગણાય ? (ન જ ગણાય.) અથવા તો હે દેવ ! આપ એમ માનતા હો કે જેણે (જે પુયે) આવું મોટું સ્વામીપણું આપ્યું છે, તે જ કષ્ટને રોકવામાં અર્ગલારૂપ થશે; તોપણ અવંતીના સ્વામી હંમેશાં વેચાતું ઘી લઈને નિર્વાહ કરે છે, એવી આપની અપકીર્તિ ખાસ કરીને ચારે દિશામાં ફેલાશે.” કહ્યું છે કે –
“નિર્મળમાં જે મલિનતા હોય તે જ અપકીર્તિનું કારણ છે, પણ મલિનને વિષે મલિનતા હોય તે કાંઈ અપકીર્તિનું કારણ નથી. જેમ કે ઉજ્જવળ ચંદ્ર અ૫ મલિનતાને લીધે જ કલંકી કહેવાય છે, પણ કેવળ મલિન એવો અંજનગિરિ કલંકી કહેવાતો નથી.”
૫૩
ઘીનો વેપારી પેથડ
Jain Education Internatjonal
For Private & Personal Use Only
www.jainelibrary.org