________________
જ તે પુરુષ તેને તેની દુકાને પણ નહીં જવા દેતાં રાજા પાસે લઈ ગયો. રાજાએ તેને પૂછયું : “અરે ! આજે તે ઘી કેમ ન આપ્યું ?” પેથડે કહ્યું : “હે દેવ ! તે વખતે હું દુકાને નહોતો, પરંતુ મારો પુત્ર હતો. તેણે કેમ ન આપ્યું તે હું જાણતો નથી.” તે સાંભળી રાજાએ સેવકને મોકલી તેના પુત્રને પણ બોલાવ્યો. તે વખતે પેથડ વિચાર કરવા લાગ્યો : ‘અહો આજે મેં પુત્રને શા માટે દુકાને રાખ્યો ? અથવા તો શું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ન થાય ?'
- “સુવર્ણ જેવા પીળા શરીરવાળો મૃગ કોઈએ દુનિયામાં ક્યાંય પણ જોયો નથી અને સાંભળ્યો પણ નથી. તોપણ સીતાએ તેની ચામડીની કાંચળી કરવાની ઇચ્છા કરી, તેથી જણાય છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય જ છે.” (૪૨)
આ પ્રમાણે પેથડ વિચાર કરે છે તેટલામાં સિંહના બાળક જેવો નિર્ભય ઝાંઝણ રાજા પાસે આવ્યો. તેને પણ રાજાએ પૂછયું ત્યારે તેણે સ્પષ્ટ રીતે કહ્યું: “હે સ્વામી ! આજે મારા પિતા દુકાને નહોતા, હું જ હતો. મેં આજે ઘી ન આપ્યું તેનું કારણ સાંભળો . ઘી આપવા માટે હું ઊઠીને દુકાનની અંદર ગયો, તે જ વખતે સામે તત્કાળ ત્રાટુ શબ્દ કરતી (મોટી) છીંક થઈ. તે વખતે મને શંકા થઈ કે આ ઘીમાં ગરોળી વગેરેની ગરલ તો નહીં પડી હોય ને ? કેમ કે પ્રાયે કરીને અમારાં ઘી વગેરેનાં પાત્રો વ્યાકુળતાને
પેથડકુમાર ચરિત્ર
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org