________________
(સારી) નથી, અને ફળોના સમૂહ વડે મારી શોભા તો દૂર રહી અર્થાત્ ફળ તો આવતાં જ નથી. આ પ્રમાણે વિચાર કરીને તે નિગુડી વિદનને હણવા માટે આદરથી અગ્નિમાં પેસે છે (નગોડિયું તેલ કરવામાં તેનો ઉપયોગ થાય છે). તેથી પંડિત પુરુષે પોતાના દેહને બાળીને પણ પરોપકાર કરવો જોઈએ.” (૪૧)
આમ વિચારીને ઝાંઝણે કહ્યું: ““જા, રાજાને કહે : ઘી નથી.” તે બોલી : “રાજા જમવા બેઠા છે તેથી થોડું પણ આપ.” ઝાંઝણે કહ્યું : ““હે મુગ્ધા ! વારંવાર શું બોલ્યાં કરે છે ? એક છાંટો પણ ઘી નથી. તને ગમે તે કર.” તે સાંભળી શ્યામ મુખવાળી થયેલી તે દાસીએ રાજા પાસે જઈ, સામંત વગેરેના સાંભળતાં, ઘીનો અભાવ કહ્યો. તે સાંભળી રાજા લજજા પામ્યો અને ક્રોધથી તેણે પેથડને બોલાવવા માટે તત્કાળ પોતાનો સેવક મોકલ્યો, તથા પોતે ભોજન કરીને ઊભો થયો. તે રાજ પુરુષે રાજાના કોપનું કારણ જણાવવાપૂર્વક પેથડને બોલાવ્યો, ત્યારે તેણે અત્યંત ભયભીત બની વિચાર્યું : “મારા જેવા ગરીબ ઉપર આજે રાજાનો કારણ વિનાનો કોપ કેમ થયો હશે ? અથવા તો છઠ્ઠો માસ આવે ત્યારે વાણિયાઓ માંચી સેવનારા થાય છે (છ માસે વાણિયાને આપત્તિ આવે જ છે). મારું કષ્ટથી મેળવેલું ધન જરૂર આજે રાજા લઈ લેશે. શું કીડીઓનું એકઠું કરેલું ધાન્ય તેતર ખાઈ જતા નથી ?' આ પ્રમાણે તેનું ચિત્ત ચિંતારૂપી ચિતાથી વ્યાપ્ત થયું. તે જમીને ઊઠયો કે તરત ૧. તેલના મેલ વગેરે દોષને.
ઘીનો વેપારી પેથડ
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org