________________
ઘણા પૈસા આપી ઈંઢોણી સાથે તે ઘીનો કુંભ તેણે વેચાતો લઈ લીધો. તેથી તે ઘડામાં અખૂટ ઘી થયું. અહો ! ભાગ્યની જાગૃતિ કે વી છે !
ઘીનો વેપારી પેથડ હવે તે નગરનો રાજા જયસિંહ જ્યારે જમવા બેસતો હતો, ત્યારે તેની એક દાસી વાટકો લઈને તે પેથડની દુકાને ઘી લેવા માટે હંમેશા આવતી હતી. તેણીને તે મૂલ્ય લઈને ખૂબ સુગંધીવાળું ઘી આપતો હતો, અને તે રાજા હંમેશાં ઘી ખાતો હતો. આ પ્રમાણે કેટલોક કાળ ગયો, તેવામાં એકદા પેથડ ઘેર જમવા ગયો હતો અને તેનો પુત્ર ઝાંઝણ દુકાને બેઠો હતો. તે વખતે તે દાસી ઘી લેવા આવી. તેણીએ ઘી માંગ્યું, ત્યારે અતિ ચતુર એવા ઝાંઝણે વિચાર્યું : “રાજા હંમેશાં વેચાતું લઈને ઘી ખાય તે ખોટી રીત છે, તેથી આપત્તિને લાવવામાં દૂતી સમાન આ તેની કુટેવને હું આજે દૂર કરું. ગુણ કરનારા રાજા પાછળથી મારા પર ભલે કોધ કરે કે ખુશી થાય.' કહ્યું છે કે :
નિગુડીએ' વિચાર કર્યો : મારે છાયા નથી, પુષ્પો આવે છે ખરાં, પણ નકામાં છે, શાખાની શોભા પણ તેવા પ્રકારની ઊંચી
૧. નગોડ નામની ઔષધિ. પેથડકુમાર ચરિત્ર
-
૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org