________________
ત્રીજો તરંગ
લાવણિકનો વેપાર
તે વખતે મંડપદુર્ગ નગરમાં પરમાર વંશમાં ઉત્પન્ન થયેલો, લક્ષ્મી વડે દેવ જેવો શ્રી જયસિંહદેવ નામે રાજા રાજ્ય કરતો હતો. તે પેથડે શુભ મુહૂર્તે તે રાજાના મહેલરૂપી પર્વત પાસે તળેટીની જેમ દુકાન માંડી. તેમાં જુવાર વગેરે ધાન્ય, તેલ, મીઠું, મગ, હીંગ અને ઘી વગેરે સર્વ પ્રકારની મોદીખાનાની વસ્તુઓ થોડી થોડી લઈને બેઠો અને મોટે ભાગે તે લવણ(મીઠા)નો જ વેપાર કરતો હતો, તેથી સમગ્ર લોકમાં તેનું નામ ‘લાવણિક’ તરીકે પ્રસિદ્ધ થયું.
૪૯
૧
Jain Education International
ચિત્રાવેલીની પ્રાપ્તિ
એકદા કોઈક ભરવાડણ કામળ ઓઢીને મસ્તક પર લતાની ઈંઢોણી ઉપર ઘીનો ઘડો મૂકી તેની દુકાને આવી. તેણીએ તે ઘડો ઈંઢોણી સાથે ઉતારીને નીચે મૂક્યો. તેમાંથી તે પેથડ ઉત્તમ સુગંધી ઘીને માપ વડે કાઢવા લાગ્યો. તેમાંથી ઘણું ઘી કાઢવા છતાં પણ જ્યારે તે ઘડાનું ઘી ઓછું થયું નહીં, ત્યારે ઈંઢોણીની અંદર ચિત્રકવેલડી હોવી જોઈએ એમ તેણે ધાર્યું. તેથી તે ભરવાડણને
લાવણિકનો વેપાર
૨
For Private & Personal Use Only
www.jainelibrary.org