________________
હાથ શોભાને પામે છે, લગ્ન વખતે મલિન વસ્ત્રવાળી કન્યા ઘરેણાંઓને પામે છે – પહેરે છે, તાપ વગેરેને પામેલું વસ્ત્ર સારા રંગને પામે છે, અર્થાત્ આ સર્વે જેમ દુ:ખ સહન કરવાથી શોભા વગેરે ગુણને પામે છે, તેમ દરિદ્ર એવો હું પણ કેમ ધનને નહીં પામું ? આ કળિયુગમાં શુકન જ વસ્તુને પ્રકાશ કરવામાં દીપક સમાન છે, કેમ કે તે શુકનના બળથી જ મારવાડના જોશીએ મૂઠીમાં મોતી છે એમ કહ્યું હતું.' આ પ્રમાણે મનમાં વિચાર કરી તે જોશીની વાણી ઉપર અત્યંત શ્રદ્ધા રાખતાં તે સરળહૃદયી પેથડે સોપારી વગેરે આપી તેનો સત્કાર કર્યો તે પછી તેણે એ મોટા નગરમાં પ્રવેશ કર્યો. તે નગર પૃથ્વીરૂપી સ્ત્રીના કપાળમાં રહેલા અલંકારની જેમ શોભતું હતું, તથા તેના કિલ્લા ઉપર રહેલા કાંગરાની શ્રેણિ ઉપર મોતીઓ લટકાવેલાં હતાં તેથી તે કિલ્લો તેના ગોળ તિલક (ચાંદલા) જેવો શોભતો હતો.
પરિગ્રહપરિમાણ તથા મંડપદુર્ગ નગરમાં જવું-એ બે બાબતને કહેનારો આ
બીજો તરંગ સમાપ્ત થયો. ::::::::::::::::
પેથડકુમાર ચરિત્ર
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org