________________
અપમ
“કાળ, દિશા, સ્થાન અને ચેષ્ટાના વિશેષને પામીને પક્ષીના શબ્દો વગેરે શુકનો અશુભ છતાં પણ શુભ થાય છે, અને શુભ છતાં પણ અશુભ થાય છે.” (૩૯).
તમે ક્ષણવાર વિલંબ કર્યો, તેથી આ ઉત્તમ શુકનનું તમે અપમાન કર્યું, તેથી તે સંપૂર્ણ ફળને આપશે નહીં. તોપણ તેનું જે ફળ થશે તે તમે સાંભળો : તમે આ સમગ્ર માલવ દેશના કરોડો ધનવાન પુરુષોથી પૂજાશો, મોટા ધનવાન થશો, અને આ દેશનો રાજા તો માત્ર બિંબરૂપે જ હશે (નામનો જ રાજા હશે).” આ પ્રમાણે તેનું વચન સાંભળી દેદના પુત્રે ખેદ પામીને વિચાર કર્યો :
અહો ! જુઓ, આ મારું અજ્ઞાનપણું આજે દુર્લભ રાજયલક્ષ્મીને આવતી અટકાવવાથી મારા શત્રુરૂપ થયું છે.” કહ્યું છે કે –
મૂર્ખતા જ મૃત્યુ છે, અને વિદ્વતા જ જીવન છે.આ બન્નેનું આંતરું (તફાવત) જાણીને જે ઇષ્ટ લાગે, તે ગ્રહણ કરો.” (૪૦)
જો કદાચ સંસારરૂપી અસાર ભોજનની અંદર ઘી સમાન રાજ્ય મને કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થાય, તો હું આખી પૃથ્વીને જિનેશ્વરનાં ચૈત્યોથી શોભિત કરું, અથવા તો આ જોશીનું વચન સત્ય થશે તો હજુ પણ કાંઈ બગડી ગયું નથી. વળી આ જોશીએ જે કહ્યું છે તે અવશ્ય થશે જ. વળી જેમ વીંધેલો કાન ભૂષણને પામે છે, છેદે લો નખ લાખના રસને પામે છે, તીણ સોયથી ભદેલો ૧. સોયથી ખોદીને ત્રાજવાં પાડે છે તેવો હાથ.
- પેથડનો માંડવગઢમાં પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org