________________
કર્યો : “પ્રવેશ કરતી વખતે જો ડાબી બાજુ એ શબ્દ કરતી દુર્ગા જોવામાં આવે તો તે કલ્યાણકારક નથી, તો પછી કાળા સપની ફણા ઉપર રહેલી તે દુર્ગા કલ્યાણકારક ક્યાંથી જ હોય ?' આ પ્રમાણે જાણી તેને અપશુકન માની તેના નિવારણ માટે નવકાર મંત્રનું સ્મરણ કરતો તે પેથડ પ્રવેશ કરવામાં કંઈક વિલંબ કરવા લાગ્યો. તેટલામાં ત્યાં મારવાડનો કોઈક જોશી આવ્યો. સૂક્ષ્મ બુદ્ધિવાળા તે જોશીએ તે અતિ શ્રેષ્ઠ શુકનને તથા પેથડને રાહ જોતો જોઈ તેને રાહ જોવાનું કારણ પૂછ્યું, ત્યારે પેથડે કહ્યું: “નગરમાં પ્રવેશ કરતાં મને શુભ શુકનની અનુકૂળતા થઈ નથી, તેથી મેં પ્રવેશ કરવામાં વિલંબ કર્યો છે.” કહ્યું છે કે
જ્યોતિષીના દ્વેષીને ક્ષેમ-કુશળ થતું નથી; વૈદ્યના કેબીને આયુષ્ય હોતું નથી; નીતિના દ્વેષીને લક્ષ્મી રહેતી નથી; અને ધર્મના દ્વેષીને તે ત્રણે હોતાં નથી.” (૩૮)
આ સાંભળી તે જોશીએ હસીને કહ્યું : “તમારી પંડિતાઈને ધિક્કાર છે, કે જેથી તમે ચિંતામણિ રત્નને પથ્થરરૂપે માન્યું છે. જો કદાચ આ ઉત્તમ શુકનનો આદર કરીને તમે નગરમાં પ્રવેશ કર્યો હોત તો તમે આ આખા માલવ દેશના છત્રધારી રાજા જ થાત. કેમકે આ દુર્ગા અમુક સ્થાનમાં અશુભ છે પણ તે સર્પરૂપી કાળને પોતાના પગની નીચે નાંખીને નૃત્ય કરે છે, તેથી આવી શુભ ચેષ્ટા વડે તે રાજ્યને આપનારી છે.” કહ્યું છે કે – પેથડકુમાર ચરિત્ર
४६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org