________________
બાળકો ! તમે કહો, કે મારા માટે કોઈ પણ ઠેકાણે કામ છે ?” ત્યારે તેમણે કહ્યું : “હા, તમારાં કામો માલવે દેશમાં છે.” તે સાંભળીને હર્ષથી ભરપૂર બનેલો તે પેથડ પ્રાત:કાળે ઘેર આવ્યો, અને તરત જ એક પેટીમાં ઘરનું સર્વસ્વ નાંખી માલવ દેશ તરફ ચાલ્યો. કહ્યું છે કે
પેથડનો માંડવગઢમાં પ્રવેશ “સેકડો નગરોમાં જવું, સેંકડો કળાઓ શીખવી, અને સેકડો રાજાઓની સેવા કરવી, કેમ કે મનુષ્યનાં ભાગ્ય સ્થાનનાં આંતરાવાળાં હોય છે એટલે અમુક સ્થાને જ ભાગ્ય ઊઘડે છે.” (૩૭)
તે પેથડ, પ્રિયા પ્રથમિણી અને પુત્ર ઝાંઝણ સહિત, કેટલેક દિવસે અતિ શોભાયમાન માંડવગઢ (મંડપદુર્ગ)ના દરવાજે પહોંચ્યો. તે દરવાજો મનોહર પૂતળીઓ અને ઊંચાં તોરણોનાં કિરણો વડે વ્યાપ્ત હતો, તેથી તે લંકા નગરીના સુવર્ણમય દરવાજાથી પણ અધિક શોભાને પામતો હતો. આવા શ્રેષ્ઠ નગરમાં તે પેથડ જ્યારે પ્રવેશ કરતો હતો, ત્યારે જ તેણે ડાબી બાજુ એ એક સર્પની ફણા ઉપર શબ્દ કરતી અને નૃત્ય સાથે ક્રીડા કરતી એક દુર્ગા જોઈ. તે વખતે તેણે વિચાર ૧. કાળી દેવચકલી.
* પથાનો માંડવગઢમાં પ્રવેશ
પેથડના માંડવગઢ માં પ્રવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org