________________
રાખવો સારો છે. તેમ કરવાથી કદાચ ધનની અધિકતા થાય તો પણ મન ડોળાય નહીં, ચલાયમાન થાય નહીં.” ત્યારે તેણે ગુરુનું વચન શ્રદ્ધાથી અંગીકાર કર્યું. પછી તે પેથડે કષ્ટથી આજીવિકા કરતાં કેટલોક કાળ નિર્ગમન કર્યો.
એકદા પ્રવાસીને યમ સમાન, દુ:ખે કરીને વારી શકાય એવા મેઘની વૃષ્ટિ કરનાર અને ધાન્યાદિકની ઉત્પત્તિ વડે સારભૂત-શ્રેષ્ઠ એવો વર્ષાકાળ પ્રાપ્ત થયો. તે વર્ષાઋતુમાં કાળાં વાદળના ગાઢ અંધકારના સમૂહ વડે મલિન થયેલા આકાશના આંગણારૂપી કાળી પૃથ્વીમાં વિધાતાએ પતંગિયાના બાળકોરૂપી મેઘ નાશ કરેલા સૂર્યના સમગ્ર તેજનાં બીજ વાવ્યાં હોય એમ જણાતું હતું, કેમ કે જો તેમ ન હોય તો શરદ ઋતુમાં તે સૂર્યનું તેજ અત્યંત કેમ થાય ? આવા વર્ષાઋતુને સમયે પેથડ પરગામથી આવતો હતો, તેને માર્ગમાં વરસતા મેઘે રોક્યો, તેથી રાત પડી ત્યારે પોતાના ગામની સમીપે તે આવ્યો. તે વખતે તેણે કેટલાએક નિર્ભય બાળકોને અન્યનાં ખેતરોમાંથી પાછા વળેલા જળ વડે અમુકના ખેતરના ક્યારામાં પાણી ભરતાં જોયાં. તે જોઈ મનમાં આશ્ચર્ય પામી તેણે વિચાર્યું : “આવી ભયંકર રાત્રિએ શ્યામ વર્ણવાળા આ બાળકો નગરની બહાર રહીને આવું કામ કરે છે તે કોણ હશે ?” આ પ્રમાણે વિચારી તેણે તેઓને પૂછયું, ત્યારે તેમણે કહ્યું : “અમે પુણ્યને વશ થવાવાળા છીએ, આ નગરમાં જ રહીએ છીએ અને આ નગરમાં રહેનારા કામ નામના શ્રેષ્ઠીના નોકરો છીએ-કામ કરનારા છીએ.” તે સાંભળી પેથડે તેમને પૂછયું : “હે પેથડકુમાર ચરિત્ર
४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org