________________
હોય તે લોકમાં પૂજા પામે છે. શ્રીવત્સની રેખા હોય, તે ઇચ્છિત લક્ષ્મીને પામે છે. માળાના આકારે રેખા હોય તે ઘણી ગાયો વગેરે પશુઓનો સ્વામી થાય છે. જેના હાથમાં અંગુઠાના પર્વોમાં જ બની રેખા હોય તે ભાગ્યવાન થાય છે. અંગુઠાના મૂળમાં જવ હોય તો તે વિદ્યાવાન થાય છે. હાથનાં તળિયે ઊર્ધ્વરેખા હોય તો તે મોટી લક્ષ્મી આપનાર થાય છે. આ પ્રમાણે વિશાળ સંપત્તિને આપનારી અનેક રેખાઓવાળો તેનો હાથ જોઈ ગુરુએ જાણ્યું કે આને ધન અને વૈભવ ઘણો પ્રાપ્ત થશે. તે વખતે તે પેથડ ગુરુના કહેવાથી વીશ રૂપિયાનું પરિમાણ કરવા લાગ્યો; તેની ગુરુએ ના કહી, ત્યારે સો રૂપિયાનું પરિમાણ કરવા લાગ્યો; તેની પણ ના કહી, ત્યારે હજારનું પરિમાણ કરવા લાગ્યો; તેની પણ ના કહીને, છેવટે ગુરુએ પાંચ લાખનું પરિમાણ કરાવ્યું. અહો ! દરિદ્રી ઉપર પણ ગુરુની વત્સલતા ! અહો ! ભવિષ્યનું જાણવાની કુશળતા ! તથા અહો ! અતિશય જ્ઞાન છતાં પણ ગંભીરતા ! આ ત્રણ બાબત તે ગુરુ મહારાજ માં સર્વોત્તમ હતી. પછી પેથડે લજજા પામીને કહ્યું : “ ભગવાન્ ! મને લાખ રૂપિયા લખતાં કે ગણતાં પણ આવડતું નથી, તો તેટલા રૂપિયા ઉપાર્જન કરવાને તો હું કેમ શક્તિમાન થઉં ?' ગુરુએ કહ્યું : “હે ભદ્ર ! તારું વચન યુક્ત છે, પરંતુ લક્ષ્મી એક ક્ષણવારમાં જ પત્તિને પતિ બનાવવામાં અને પતિને પત્તિ બનાવવામાં સમર્થ છે, તેથી ભાગ્યશાળી પુરુષોને ધનનો નિયમ મોકળો (વિશાળ) ૧. સિપાઈ-ગરીબ. ૨. સ્વામી-ધનવાન.
પેથડનો પરિગ્રહ પરિમાણવ્રત-સ્વીકાર
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org