________________
છે. આવો પરિગ્રહ પંડિતને પણ ગ્રહની જેમ ક્લેશને માટે અને નાશને માટે થાય છે.” (૩૫)
હે ભદ્ર ! અંકુશની જેમ ગ્રહણ કરેલા આ વ્રત વડે ધનિક અને દરિદ્રી બન્નેનો લોભરૂપી ઉદ્ધત હાથી વશ થાય છે. મર્યાદા વિનાનો લોભરૂપી સમુદ્ર સર્વનો અવશ્ય નાશ કરે છે. તે લોભને વશ થવાથી શૃંગદત્ત મૃત્યુને પામ્યો હતો, તેનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. અદત્તાદાનનો નિયમ કરનાર શ્રેષ્ઠીની જેમ દરિદ્ર માણસ પણ સંતોષ કરવાથી કદાચ ધનને પામી શકે છે. કહ્યું છે કે –
“નિઃસ્પૃહ મનુષ્યની પાસે પૃથ્વી પોતાની અંદર રહેલાં ગુપ્ત નિધાનોને પ્રગટ કરે છે. કેમ કે બાળકો (કામના નિઃસ્પૃહ છે તેથી તેમની) પાસે સ્ત્રી પોતાનાં અંગોપાંગને ગોપવતી નથી-ઢાંકતી નથી.” (૩૬)
પછી ધનનું પરિમાણ કરવામાં (જાણવામાં) સાત-આઠ ધનિકોની સ્પર્ધા કરનારા તે પેથડના હાથમાં ગુરુએ સર્વ શુભ રેખાઓ જોઈ. તે આ પ્રમાણે—જેના હાથમાં શક્તિ નામનું શસ્ત્ર, તોમર (ભાલું), દંડ, ખ ગ, ધનુષ, ચક્ર અને ગદા જેવી રેખાઓ દેખાતી હોય, તે પુરુષ રાજા થાય છે. જેના હાથ-પગના તળિયે ધ્વજ, વજ, અંકુશ, છત્ર, શંખ અને પમ (કમળ) વગેરેના આકારવાળી રેખા દેખાતી હોય, તે પુરુષ લક્ષ્મીનો સ્વામી થાય છે. જેને સ્વસ્તિક(સાથિયા)ની રેખા હોય તે લોકમાં સૌભાગ્ય પામે છે. મસ્ય(માછલા)ની રેખા
પેથડકુમાર ચરિત્ર
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org