________________
જેમ અંધકારને ભેદનાર સૂર્યની બાર રાશિઓ તેના વિસ્તારને માટે છે, તેમ પાપરૂપી અંધકારને ભેદનાર સમકિતના વિસ્તારને માટે શ્રાવકનાં બાર વ્રતો છે. વેપારીઓને જેમ હાથમાં રહેલી કોથળી (પૈસાની) કાર્ય સાધનારી છે, જેમ રાજધાની રાજાઓના કાર્યને સાધનારી છે, જેમ સમુદ્રપ્રવાસીઓને પાટિયું કાર્ય સાધનાર છે, તેમ ભવ્ય જીવોને સમકિત કાર્ય સાધનાર છે. વળી સમકિત મુક્તિરૂપી કન્યાનું વરણ છે, મોક્ષલક્ષ્મીનો સત્યકાર છે, અને સંસારરૂપી દર્ભના મસ્તક પર રહેલો બંધ છે, એમ પંડિતો કહે છે. સમકિત વિનાનું ધ્યાન ધરવું તે દુ:ખનું નિધાન જ છે; તપ કરવાનું ફળ પણ માત્ર સંતાપ જ છે; કુબુદ્ધિવાળા એવા તેમના સ્વાધ્યાય પણ નિષ્ફળ છે; અભિગ્રહો પણ કદાગ્રહરૂપ જ છે; દાન અને શીલનું આચરણ પણ વખાણવા લાયક નથી; તીર્થયાત્રાદિક પણ વૃથા છે; તથા બીજુ જે કાંઈ ધર્મકાર્ય કરવું તે બધું નિષ્ફળ છે.” આ પ્રમાણે કહીને ગુરુએ તેને સુખને માટે ક્ષેત્ર વગેરે પરિગ્રહનું ઇચ્છાનુસાર પરિમાણ સ્વીકાર કરાવવાનો આરંભ કર્યો. કહ્યું છે કે –
પરિગ્રહ એ શ્રેષનું સ્થાન છે, વૈર્યનો વિનાશ કરનાર છે, ક્ષમાનો પ્રતિકૂળ વિધિ છે, વ્યાકુળતાનો મિત્ર છે, ગર્વનું ઘર છે,
ધ્યાનનો દુ:ખદાયી શત્રુ છે, દુ:ખને ઉત્પન્ન કરનાર છે, સુખનો નાશ કરનાર છે, અને પાપનો પોતાનો જ આવાસ-પાપને વસવાનું સ્થાન
૧. પરણવું તે. ૨. કોલ-કરાર. ૩. મસ્તક પર દર્ભનો બંધન થવાથી તે દર્ભ વધતો નથી, તેમ સમકિતરૂપ બંધ થવાથી ભવ વધતો નથી.
• • • • • • • • • • • • • • • • • • • • • • • ૪૧
પેથડનો પરિગ્રહ પરિમાણવ્રત-સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org