________________
છે, તે જ મોટું દુઃખ છે.” ત્યારે ચણોઠી કહે છે : “હું સોનીને પ્રિય છું, હું શ્રેષ્ઠ વર્ણ(રંગ)થી શોભું છું અને મારું 'વૃત્ત ઉત્તમ છે, છતાં હું જે નિષ્ક(સુવર્ણ)ની સાથે જોખાઉં છું, તેથી જ હું લજા પામું છું.” ત્યારે સુવર્ણ કહે છે : “હે ચણોઠી ! હું તારી સાથે તોળાઉં છું એવો તું ફોગટ ગર્વ ન કર. જો અગ્નિમાં સ્નાન કરીને બહાર નીકળાય, તો ઉત્તમતા અને અધમતાનું પ્રમાણ જણાય.” તે સાંભળીને ચણોઠી અગ્નિમાં પેઠી તેથી મુખે દાઝી છે અથવા તો લોકોના ધિક્કારથી અને હક્કારથી શ્યામ થઈ છે, એમ હું માનું છું.”
પેથડનો પરિગ્રહ પરિમાણવ્રત-સ્વીકાર
આ પ્રમાણે પેથડનું વચન સાંભળીને ગુરુ મહારાજે કહ્યું : હે ભદ્ર ! તેં આ યુક્તિયુક્ત વચન કહ્યું નથી. કેમ કે સર્વ કોઈ માણસ પોતાના ધનને અનુસાર પરિગ્રહ-પરિમાણનું વ્રત ગ્રહણ કરે તો તે ધન્ય જ છે. તેથી બીજા બધા વિચાર છોડી દઈ પોતાના હિત માટે વ્રતને અંગીકાર કર.” આ પ્રમાણે કહી ગુરુએ તેનો હાથ ઝાલી તેને પ્રથમ સમકિત વ્રત આપ્યું. કહ્યું છે કે
“દુ શક્ય એવા (બાર પ્રકારના શ્રાવક) ધર્મનું મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ સમકિત કહ્યું છે.” (૩૪)
૧. ગોળાકાર.
પેથડકુમાર ચરિત્ર
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org