________________
“જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુત : આ આઠમાંથી કોઈ એક પણ વડે મદ કરનાર મનુષ્ય ફરીથી-પરભવમાં તે તે વસ્તુને હીન, હીનતર પામે છે.”
આ પ્રમાણે તેઓને કહીને પછી ગુરુ મહારાજે પેથડને ધર્મલાભનો આશીર્વાદ આપવાપૂર્વક કહ્યું : “હે ભદ્ર ! તું પણ આ ભવ અને પરભવમાં સુખ આપનાર પાંચમું અણુવ્રત ગ્રહણ કર.” ત્યારે તેણે કહ્યું : “જેઓ ઘણા પરિગ્રહ(ધન)વાળા હોય તેઓએ જ આ વ્રત લેવું યોગ્ય છે. પાણી વિના પાળ બાંધવાની જેમ મારે તે વ્રત લેવું કેમ યોગ્ય હોય? તેથી જો આ ધનિકોની સાથે હું પહેલું વ્રત ગ્રહણ કરું; તો સુવર્ણની સાથે ત્રાજવામાં આરોહણ કરનાર ચણોઠીની જેમ હું મુખની શ્યામતાને જ પામું. તે આ પ્રમાણે–
ચણોઠી અને સુવર્ણનો સંવાદ પ્રથમ સુવર્ણ કહે છે : “મને ટાંકણાથી જે છેદવામાં આવે છે તેમાં મને કાંઈ દુઃખ નથી; અગ્નિમાં નાંખીને દાહ આપે છે તેમાં પણ મને દુ:ખ નથી; તથા કસોટીના પથ્થર પર ઘસે છે તેમાં પણ મને દુ:ખ નથી, પરંતુ મને જે ચણોઠીની સાથે જોખવામાં આવે
ચણોઠી અને સુવર્ણનો સંવાદ
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org