________________
“એકેન્દ્રિય પ્રાણીઓ મન, વચન અને કાયા વડે પાપકર્મ કરતા નથી, તો પણ તેઓ અવિરતિને લીધે અનંત કાળ સુધી એકેન્દ્રિય જ રહે છે.''
‘તિર્યંચ પ્રાણીઓ જો પૂર્વ ભવમાં નિયમિત વિરતિવાળાં રહ્યાં હોત, તો તેઓ આ તિર્યંચના ભવમાં સેંકડો ચાબૂક, અંકુશ અને આરના પ્રહારને તથા વધ, બંધન અને મારણને પામત નહીં.''
આ પ્રમાણે જાણીને તે ધનિકો પરિગ્રહ પરિમાણનો સ્વીકાર કરતા હતા, તે વખતે બાલ્યાવસ્થાથી જ દેવ અને ગુરુની અજોડ ભક્તિ કરનાર પેથડ ત્યાં ગુરુને વાંદવા આવ્યો, તે વખતે ફાટેલા વસ્ત્રવાળા, પરસેવાથી રેબઝેબ મેલવાળા અને જાણે કે મૂર્તિમાન દારિદ્રય હોય તેવા તેને જોઈને સર્વ વેપારીઓ હસવા લાગ્યા, અને તેઓએ કહ્યું : “હે પૂજ્ય ગુરુ ! આ પેથડ લાખ વર્ષે લક્ષેશ્વર અને કોટિધ્વજ થવાનો છે, તેથી તેને કેમ આ વ્રત ન આપવું ?’' તેમનું
આવું વચન સાંભળીને શ્રી ગુરુ મહારાજે તેમને કહ્યું : ‘હે ભાગ્યવંતો ! કોઈએ લક્ષ્મીનો ગર્વ કરવો યોગ્ય નથી, કારણકે લક્ષ્મી મનુષ્યને ઊંચે સ્થાને આરોપણ કરીને તત્કાલ નાસી જાય છે, એટલે દારિદ્રય તેને અવલંબન આપે છે, તેનાથી તે નીચે ઊતરે છે. અંદરથી અથવા બહારથી જે મદ કરવો તે હાથીઓનું જ ભૂષણ છે; પુરુષને તો આઠમાંથી કોઈ પણ મદ કરવો તે તેના હિતનો નાશ કરનાર છે.'' કહ્યુ છે કે
-
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૩૮
www.jainelibrary.org