________________
વખતે શ્રીસંઘે ઘણા ઘણા ઉપાયો કર્યા, પણ તે વ્યર્થ થયા, ત્યારે ગુરુએ શ્રીસંઘને કહ્યું : “પ્રાત:કાળે એક માણસ સાથે કાષ્ટનો ભારો લઈને આવશે, તે ભારાને હરણઝેર કરનારી વેલડી બાંધેલી હશે; તે વેલડીને ઘસીને મારા સર્પs ખ ઉપર લગાડજો.” પછી પ્રાતઃકાળે તે જ પ્રમાણે શ્રીસંઘે કર્યું એટલે ગુરુ મહારાજ સાજા થયા. પછી ગુરુને તીવ્ર વૈરાગ્ય આવવાથી તેમણે સર્વ વિગઈઓનો ત્યાગ કરી જિનશાસનની ઉન્નતિ કરી. આવા પ્રભાવક તે શ્રી ધર્મઘોષસૂરિ કે જેના હસ્તમાં જ મોક્ષલક્ષ્મી રહેલી હતી તે આચાર્ય મહારાજ એકદા વિહાર કરતા કરતા વિદ્યાપુર નગરમાં આવી ચાતુર્માસ રહ્યા.
તે સૂરિ મહારાજે સભામાં પરિગ્રહની ઇચ્છાના પરિમાણ ઉપર કર્ણપ્રિય લાગે એવી રત્નસારની કથા વ્યાખ્યાનમાં કહી. તે સાંભળી કેટલાક ધનવાન પુરુષોએ સર્વ વ્રતોના સ્વરૂપ સમું પરિગ્રહની ઇચ્છાનું પરિમાણ એ નામનું અણુવ્રત ગ્રહણ કરવાનું શરૂ કર્યું. ધર્મનું શ્રવણ કરી તેનો વિચાર કરી જે માણસ વિરતિને અંગીકાર કરે છે, તે જ શ્રાવક છે. વિરતિ થોડી પણ લીધી હોય તો તે ભવ્ય પ્રાણીને હિતકારક થાય છે. કહ્યું છે કે–
“શુભ ભાવવાળા જે ભવ્ય પ્રાણીઓએ થોડી પણ વિરતિ ગ્રહણ કરી હોય, તેની દેવતાઓ, પોતે તે વિરતિ કરવાને અસમર્થ હોવાથી, પ્રશંસા કરે છે. (તેવા થવાની ઇચ્છા કરે છે.)”
“એકેન્દ્રિય જીવો કવળઆહારને કરતા નથી, તો પણ તેઓ જે ઉપવાસનું ફળ પામતા નથી, તે તેમની અવિરતિનું જ ફળ છે.”
૩૭
આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org