________________
તે પંડિત ગુરુએ એક રાત્રિમાં અરિહંતોની આઠ યમકવાળી મનોહર
સ્તુતિઓ બનાવીને ગુજરાતના રાજાના મંત્રીશ્વરને તત્કાળ પ્રતિબોધ પમાડ્યો હતો. એકદા શિષ્યની પ્રાર્થનાથી મંત્રનું સ્મરણ અને સ્તુતિ વડે વશ કરેલા સમુદ્ર પોતાના તરંગ દ્વારા તે સૂરિને રત્નોનું ભેટયું કર્યું હતું. દેવપત્તન નામના નગરમાં કપર્દી નામના યક્ષને ધ્યાનથી પ્રત્યક્ષ કરી તેને પ્રતિબોધ પમાડી તે ગુરુએ તેને જિનબિંબનો અધિષ્ઠાયક બનાવ્યો હતો. કોઈ શ્રાવક દુષ્ટ ચેટકને પ્રસન્ન કરવા માટે વિષ્ટાનું ભોજન કરતો હતો અને સ્ત્રી વગેરેના આકર્ષણનો મંત્ર સાધતો હતો, તેને ગુરુ મહારાજે તે મંત્ર ભુલાવી દીધો. ગિરનાર પર્વત ઉપર વાંસની ઝાડીમાં મોહવલ્લી નામની વેલડી છે, એમ જાણીને તેની પરીક્ષા કરવા માટે ગુરુએ પોતાના એક નાના સાધુને તે ઝાડીમાં મોકલ્યો હતો. તે સાધુ તે વેલડીની ચોતરફ મોહથી ભમવા લાગ્યો અને જરા પણ ઊભો રહેતો નહીં, ત્યારે ગુરુ પોતે ત્યાં ગયા ને તેને બોલાવી લાવ્યા. ઉજયિની નગરીમાં એક યોગદ્ર હતો, તે ચેટકને સાધીને આકર્ષણ, ઉચ્ચાટન અને વશીકરણ વગેરે મલિન વિદ્યામાં નિપુણ થયો હતો. તે યોગીએ તે નગરીમાં સાધુઓનો પ્રવેશ બંધ કરાવ્યો હતો, તેથી ગુરુ પરિવાર સહિત તે નગરીમાં ગયા. ત્યાં તે યોગી એક ઉંદર અને કૂતરા વગેરે વિદુર્વાને પોતાના સાધુઓને ભય પમાડવા લાગ્યો. તે જોઈ ગુરુ તેને જ મંત્રશક્તિથી બાંધીને પોતાની પાસે લાવ્યા; પછી તેની નમ્રતાથી તેને મુક્ત કર્યો. એકદા તે ગુરુને જ દુષ્ટ સર્પે દંશ દીધો; તેનું વિષ વ્યાપવાથી તે મૂર્ણિત થયા. તે પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org