________________
બતાવ્યા વિના અને પુરુષના માર્ગનો ત્યાગ કર્યા વિના જે કાંઈ થોડું પણ કર્યું હોય તે ઘણું જ છે.” (૩૩)
જો બહુ દૂધથી ઊજળી અને સફેદ ચોખાથી યુક્ત ખીર ઊછળે છે, ઊકળે છે તો, લોટવાળી રાબડી પણ શું સામાન્ય રીતે નથી ઊછળતી ? અર્થાત્ ઊકળે છે, ઊછળે છે.
આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ
આ અવસરે શ્રી તપાગચ્છમાં જિતેંદ્રિય ગુરુ શ્રી ધર્મઘોષ નામના આચાર્ય વિજયવંત હતા. એકદા કોઈ દુષ્ટ સ્ત્રીએ સાધુઓને વડાં વહોરાવ્યાં. તે જોઈ તે વડાં કામણવાળાં છે એમ જાણીને સૂરિ મહારાજે તે વડાનો ત્યાગ કરાવ્યો. તે વખતે તે વડાં પથ્થરરૂપ થઈ ગયાં હતાં. પછી પ્રાત:કાળે સૂરિએ એક પાટલો મંતરીને તે દુષ્ટ સ્ત્રીને આપ્યો, તે તેણીના બન્ને કુલામાં સજજડ ચોંટી ગયો. પછી તેણીની વિનંતીથી ગુરુએ કૃપા કરી તે પાટલો દૂર કર્યો. કોઈ નગરમાં શાકિનીઓના ભયથી રાત્રિએ નગરના દરવાજા બંધ કરવામાં આવતા હતા, તેથી સૂરિએ તેને મંતરી લીધી હતી. પરંતુ એક દિવસ ગુરુ તેનો મંત્ર ગણવો ભૂલી ગયા, તેથી તે શાકિનીઓએ રાત્રિમાં ગુરુને પાટ સાથે ઉપાડીને ચૌટામાં મૂકવા. તે જોઈ ગુરુએ તેમને સોયો વડે ખંભિત કરી દીધી; છેવટે તેમનું વચન લઈને તેમને છોડી દીધી.
આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ મહારાજ
ઉ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org