________________
ખૂબ ખર્ચ થવાથી તેને દારિદ્રય પ્રાપ્ત થયું, કેમ કે ધાતુવાદીને દારિદ્રય સુલભ જ હોય છે.
એકદા લક્ષ્મી અને દારિદ્રયને સંવાદ થયો. તે વખતે લક્ષ્મીએ વિષ્ણુ પાસે વર માંગ્યા, ત્યારે દારિદ્રયે પણ વિષ્ણુ પાસે આ પ્રમાણે માંગણી કરી : “જે માણસ જુગારી, પોતાની જાતનો દ્વેષી, ધાતુવાદી, સદા આળસુ હોય અને આવક-જાવકનો વિચાર કરતો ન હોય, તેને ઘર હું વસું છું.”
તે પછી તે પેથડ ધાન્યના પોટલા વેચીને પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. દારિદ્રય હોય ત્યારે વાણિયાઓની અનિંદ્ય વૃત્તિ આવી જ હોય છે. કહ્યું છે કે -
“રાજપુત્ર દરિદ્ર થાય ત્યારે તે અધિકારનું અથવા ચોરીનું કામ કરે છે; વાણિયો ધાન્યના પોટલાની ફેરી કરે છે; બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરે છે; શૂદ્ર બીજાને ઘેર ચાકરી કરે છે; પૈસાદાર આભૂષણ અને ધાતુઓનાં વાસણો વગેરે વેચવાનો ધંધો કરે છે; નીચ જાતિના માણસ પોતે ભિક્ષાવૃત્તિ કરે છે; ખેડૂત પોતાની અને બીજાની ખેતી કરે છે; તથા દુર્બળ માણસ કપાસ ફોલવાનું કરે છે.” (૩૨)
તે પછી કાપાલિકનું કર્મ કરીને મનમાં દીનતા લાવ્યા વિના નિર્વાહને કરતા એવા તે પેથડે કેટલોક કાળ નિર્ગમન કર્યો. કહ્યું છે કે –
‘‘બીજાને સંતાપ ઉપજાવ્યા વિના, નીચ માણસ પાસે નમ્રતા પેથડકુમાર ચરિત્ર
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org