________________
દુઃખ થાય છે, દુઃખથી જીવનો અંત (મરણ) થાય છે. મરણથી સંસાર પ્રાપ્ત થાય છે અને સંસારથી દુર્ગતિમાં પતન થાય છે.”
દેદાશાહનો સ્વર્ગવાસ
પછી બુદ્ધિમાન તે દેદે દુષ્ટ ચેષ્ટાથી મૃત્યુ નજીક આવ્યું જાણી પેથડને એકાંતમાં બોલાવી તેને સુવર્ણસિદ્ધિનો ઉપાય બતાવ્યો. તે પછી વિનયી એવા આ પથડને આ ઉપાયથી ઘણું સુવર્ણ પ્રાપ્ત થશે.” એમ ધારીને દેદે સાત ક્ષેત્રમાં સર્વ ધન વાપરી દીધું. પછી દેદે અંતિમ સમયની બધી શુભ ક્રિયાઓ કરી અને યાચકો માટે કલ્પવૃક્ષ સમાન દેદ મૃત્યુ પામી સ્વર્ગે ગયો.
પછી વેપાર વગેરે દ્રવ્ય મેળવવાના ઉપાયમાં વિમુખ એવા પેથડે કેવળ ધાતુવાદમાં જ પ્રયાસ કરવા માંડ્યો; પરંતુ તે સુવર્ણસિદ્ધિનો આમ્નાય બરાબર હોવા છતાં અને તેમાં ઉદ્યમી હોવા છતાં, તેને લાભનંતરાયના ઉદયને કારણે, એક ચણોઠી જેટલું પણ સુવર્ણ પ્રાપ્ત ન થયું; કેમ કે કામઘટ, ચિંતામણિ, દક્ષિણાવર્ત શંખ અને કલ્પલતા વગેરે સર્વે દિવ્ય પદાર્થો કર્મની અનુકૂળતાએ અનુકૂળ થાય છે, અને કર્મની પ્રતિકૂળતાએ પ્રતિકૂળ થાય છે. લોઢું અને ઔષધિ વગેરે સર્વ સામગ્રી મેળવવામાં અને અગ્નિ ધમવાના કાર્યમાં
• • • • • • • • • • ૩ ૩
દેદાશાહનો સ્વર્ગવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org