________________
ભિલ્લ દંપતી હતાં, ત્યારે તેમની પાસે કેવળજ્ઞાની મુનિએ આ પ્રમાણે કહ્યું હતું કે
ભોજનને સમયે, સૂતી વેળાએ, જાગતી વેળાએ, પરદેશ જતી વખતે, ભય અને કષ્ટ આવી પડે ત્યારે સર્વ કાળે પંચ નમસ્કારનું સ્મરણ કરવું.” (૩૦)
તે માલણની કુદૃષ્ટિથી દૂષિત થયેલી ખીર ખાવાથી તે વિમલશ્રીને વિશુચિકા (કોલેરા)નો વ્યાધિ થયો અને થોડા કાળમાં જ તે મરણ પામી. જન્મ લેનારને મરણ પણ સુલભ જ છે. કહ્યું છે કે –
“જીવ શૂળ, વિષ, સર્પ, વિશૂચિકા, જળ, શસ્ત્ર, અગ્નિ અને સંભ્રમ–આટલાં કારણોથી એક મુહૂર્તમાં જ બીજા શરીરમાં સંક્રમ કરે છે એટલે મરીને બીજું શરીર ધારણ કરે છે.'
પછી ઘણા શોકને પામેલો દેદ તેણીના શરીરને અગ્નિસંસ્કાર કરી ઘેર આવ્યો, ત્યાં જ તેને પણ સખત તાવ આવ્યો. કુશળતાનો નાશ કરે એવા પ્રેમને-મોહને ધિક્કાર છે. કહ્યું છે કે –
“પોતાના કંદનું ખોદવું, પોતાના દેશનો ત્યાગ કરી પરદેશમાં જવું, કુટાવું અને ઊકળવું વગેરે કયા દુઃખને મજીઠ પામતી નથી ? (સર્વ દુઃખને પામે છે, અતિ રાગી દુ:ખને જ પામે છે.)” (૩૧)
પ્રિયજનનો સંગમ થવાથી અંતે વિરહ થાય છે, વિરહ થવાથી • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org