________________
વિમલશ્રીનો સ્વર્ગવાસ એક દિવસ દેદની સ્ત્રી વિમલશ્રી પાંચમના ઉપવાસને પારણે અમૃતના રસ જેવું ખીરનું ભોજન કરવા બેઠી. તેની ગતિ ઉજવળ થવાની હોવાથી પાંચમ પણ ઉજ્વળ, દોષરહિત હોવાથી તપ પણ ઉજ્જવળ અને ખીરનું ભોજન હોવાથી અન્ન પણ ઉજવળ હતું. કહ્યું છે કે
જે તપમાં ઇન્દ્રિય અને કષાયનો વિજય થાય, દેવપૂજા, ઉપવાસ અને શીલ પાળવામાં આવે તેવો તપ કર્મના ક્ષયને માટે જ કરવો, પણ અન્ય એટલે ધન, પુત્રાદિકને માટે કરવો નહીં.” (૨૮)
“કીર્તિ મેળવવાની ઇચ્છાથી, મત્સર વડે પૂજાવાની ઇચ્છાથી, સત્કાર-સન્માનની ઇચ્છાથી અને ધન મેળવવાની ઇચ્છાથી ઘણા તપનું આચરણ કર્યું હોય તો પણ તે દુર્ગતિમાં લઈ જાય છે.” (૨૯)
તે વખતે તેણીને ઘેર એક માલણ પુષ્પ આપવા માટે આવી. તેણીએ તે ખીરનું ભોજન જોયું કે તરત જ તે મનોહર ખીરમાં તેણીની ઉત્કટ નજર પડી. આવા કારણથી જ બુદ્ધિમાન જનો જમતી વખતે પ્રથમ તે અન્નને સૂવે છે. હિતની ઇચ્છાવાળા પુરુષે જમતી વખતે પ્રથમ દુષ્ટ દૃષ્ટિ વગેરેના દોષના નિવારણ માટે પંચ નમસ્કારનું સ્મરણ કરવું જોઈએ. શ્રી નેમિનાથ અને રાજિમતી પૂર્વ ભવમાં જ્યારે
• • • • • • • • • • • • • વિમલશ્રીનો સ્વર્ગવાસ
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org