________________
ઇષ્ટ વસ્તુને મેળવનારા યુગલિયાથી પણ વધારે સુખી હતો.
નિરંતર ભોગના વિસ્તારરૂપી સમુદ્રમાં નિમગ્ન થયેલા તે બન્ને દંપતીને કેટલેક કાળે સૌભાગ્ય અને ભાગ્યના સ્થાનરૂપ ઝાંઝણ નામનો પુત્ર થયો. ગૌર અંગવાળા, સુંદર આકારવાળા તથા લાલ ચરણ અને ઓઠવાળા હંસ જેવા તે બાળકને કમળની જેમ ધનવંતો પોતાના ખોળામાં સ્થાપન કરતા હતા. બાળક ક્ષીરકંઠ હતો, તો પણ તેની ધારણા શક્તિવાળી મોટી (સૂક્ષ્મ) બુદ્ધિ જોઈને તેના પિતામહ દેદને તેની બાલ્યાવસ્થામાં જ ભણાવવાની ઉત્કંઠા થઈ. કહ્યું છે કે
“પુત્રની ઉત્પત્તિ જ ન થાય, ઉત્પન્ન થઈને તરત મરી જાય, તથા જીવતો રહીને મૂર્ખ થાય : આ ત્રણ પ્રકારના પુત્રમાંથી મરી જાય અથવા ઉત્પન્ન જ ન થાય એવા બે પ્રકારના પુત્રો સારા, કેમ કે તેઓ અલ્પ દુઃખદાયી છે. પરંતુ જીવતો રહીને પૂર્ણ થાય તેવો પુત્ર તો જિંદગીપર્યંત દાહ ઉપજાવે છે.' (૨૬)
“રૂપ અને યુવાવસ્થા હોય, તથા ઊંચા કુળમાં ઉત્પન્ન થયા હોય તેવા મહાપુરુષો પણ જો વિદ્યાહીન હોય તો તે સુગંધરહિત કેસૂડાનાં પુષ્પોની જેમ શોભતાં નથી.' (૨૭)
આ પ્રમાણે વિચારીને દેદ વણિકે તે ઝાંઝણને વિદ્યાકર નામના ઉપાધ્યાયની પાસે ભણવા મોકલ્યો. તે થોડા દિવસમાં જ શાસ્ત્રરૂપી સમુદ્રનો પારગામી થયો.
૧. જેના કંઠમાં માત્ર દૂધ જ હોય એટલે કે હજુ ખાવા શીખ્યો ન હોય તેવો. પેથડકુમાર ચરિત્ર
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org