________________
બીજો રંગ
ઝાંઝણનો જન્મ પછી ગુરુ (ઉપાધ્યાય) રૂપી નાવિકે બુદ્ધિરૂપી વહાણ વડે તે પેથડને વ્યાકરણ, ગણિત વગેરે શાસ્ત્રરૂપી સમુદ્રનો પારગામી કર્યો. તે પછી અનુક્રમે તેનાં માતા-પિતાએ તેને સર્વ સ્ત્રીઓમાં શિરોમણિ સમાન શ્રેષ્ઠીની પુત્રી પ્રથમણી નામની કન્યા સાથે પરણાવ્યો. તે વિવેકમાં નિપુણ હતી, ચિત્તને ચોરનારી હતી, શિયળ વડે શોભતી હતી, વિનયવાળી, પુણ્યક્રિયા કરવામાં પ્રવીણ અને પતિ ઉપર ભક્તિવાળી હતી, તેમ જ તેણીએ મસ્તકનો સથો જાણે નદીનો પ્રવાહ હોય તેવો કર્યો હતો, શરીરની કાંતિ જળરૂપ કરી હતી અને મુખને સરોવરરૂપ કર્યું હતું. તથા સ્વર્ગને જીતવાની ઇચ્છા વડે તેણીએ ભૂકુટિરૂપી દોરી સાથે કરેલા કપાળરૂપી ધનુષ ઉપર નાસિકારૂપી બાણ સ્થાપન કરેલું (ચડાવેલું) હતું. તેણીના મુખરૂપી ઘરમાં સરસ્વતી નિવાસ કરી રહી હતી. તેણીનાં નેત્રો લક્ષ્મીને જોવા માટે બારીઓ જેવાં હતાં. તેણીના જ્ઞાનરૂપી જળથી ભરેલા હૃદયરૂપી સમુદ્રમાંથી દાંતરૂપી મોતી નીકળ્યાં હતાં. દેદીપ્યમાન કાંતિવાળા શરીરરૂપી ઉદ્યાનમાં ચપળ શ્રોત્રરૂપી બે હીંચકામાં કુંડળના બહાનાથી ચંદ્ર અને સૂર્ય હીંચકા ખાવાની ક્રીડા કરતા હતા. માતાપિતારૂપી એક જ કલ્પવૃક્ષથી સમગ્ર ઇચ્છાઓ પૂર્ણ થતી હોવાથી તે પેથડ દશ કલ્પવૃક્ષથી ૨૯
ઝાંઝણનો જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org