________________
રાખીશ,'' એમ જણાવવા માટે જ તે બાળકે જાણે મૂઠી ન વાળી હોય, એમ હું માનું છુ. તે બાળક ફક્ત તે જ વખતે (બાલ્યવયમાં) પ્રિયપાલન થયો એમ નથી, પરંતુ તે આગળ ઉપર પણ દીન જનોના પાલનમાં પ્રીતિવાળો થશે. પોતાની કુળલક્ષ્મીના અલંકારરૂપ તે બાળકનું ચિત્ત જન્મથી જિનેશ્વર અને મુનિઓની સેવામાં તત્પર હતું. અનુક્રમે તે આઠ વર્ષનો થયો, ત્યારે તેના પિતા દેદે તેને લેખશાળામાં-નિશાળે મહોત્સવપૂર્વક મોકલ્યો.
૧. પ્રિય છે પાલન-પારણું જેને એવો. બીજા પક્ષમાં પ્રિય છે પાલન ક૨વાને લાયક માણસો જેને એટલે જેને દીન જનોનું રક્ષણ પ્રિય છે તેવો. પેથડકુમાર ચરિત્ર
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org