________________
સન્માન, ભોજન અને દાન વગેરે આપવાપૂર્વક તેનાં માતા-પિતાએ તેનું પેથડ એવું નામ પાડ્યું. આ નામમાં ૫ વર્ગ ત વર્ગ અને ટ વર્ગ,-એ ત્રણ વર્ગનો એ કે ક અક્ષર આવેલો છે, તે ત્રણ વર્ષના ત્રણ અક્ષરો એવું સૂચવે છે કે –
“આ પેથડ ભવિષ્યકાળમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગમાં તત્પર રહેશે. જે કારણે જગતના આંગણામાં રહેલા સર્વ પદાર્થો ત્રણ ત્રણ પ્રકારના હોય છે, તેથી તે લોકો ! પુરુષાર્થ પણ ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે હોય છે, એમ જાણે કહેવાને ઇચ્છતો હોય તેમ તે પુણ્યના આધારભૂત પેથડકુમારે ઉપરના ત્રણ વર્ગમાંના અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા અક્ષર (૫-થ-ડ) ની રચના વડે મનોહર એવું પોતાનું નામ ધારણ કર્યું જણાય છે. ત્રણે પુરુષાર્થમાં ધર્મ નામનો પહેલો પુરુષાર્થ તેને વૃદ્ધિ પમાડનારો થશે, એવું સૂચન કરવા માટે જ ત્રણ અક્ષરમાંનો પહેલો પ્રકાર એક માત્ર વડે અધિક (૫) છે.”
હંમેશાં માતા-પિતા આનંદ સહિત તેનો નવો નવો મહોત્સવ કરતાં હતાં. તે રીતે તે પેથડ શુક્લ પક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યો. પિતા (દેદ) કદાચ મારો ત્યાગ કરશે એવા ભયથી સુવર્ણ જાણે કે તેના પુત્ર પેથડના ગળામાં કંઠીરૂપે, પગમાં કિંકિણી (ઘૂઘરી) રૂપે અને હાથમાં વીંટીરૂપે વળગી ગયું ન હોય તેમ દેખાતું હતું. ‘હું પુણ્ય વડે સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મીને મારા હાથમાં
• • • • • • • • • • • • • • • • • • • •
વિમલશ્રી સુપ્રભાતમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org