________________
બાબત પણ કોઈ સારા સ્વપ્નપાઠકને પૂછી, ત્યારે તેણે વિચાર કરીને કહ્યું : “તમને આ સારું સ્વપ્ન આવ્યું છે, તેનું ફળ એ છે કે,
માતા ! તમને પુત્ર અવશ્ય થશે, પરંતુ તે પુત્ર પ્રથમ દીવાની જેમ તેજ રહિત હશે, અને પછી દેશાંતરમાં જઈ મોટો વૈભવ પ્રાપ્ત કરી પુણ્યકર્મથી ઉત્પન્ન થયેલા યશ વડે પૃથ્વીને પ્રકાશિત કરશે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી, “અદરિદ્ર કે દરિદ્ર એવા પણ પુત્રને હું મારી દૃષ્ટિએ જોઈશ” એમ જાણી તે હૃદયમાં હર્ષ પામી, અને સરળ હૃદયવાળી તેણીએ તેને ઘણું ધન આપી રજા આપી. તે વાત સાંભળી દેદ પણ વધારે ને વધારે દેવપૂજા વગેરે કરવા લાગ્યો. જેમ પૃથ્વી સુવર્ણના નિધાનને ધારણ કરે, ખીજડાનું ઝાડ અગ્નિને ધારણ કરે, તેમ તે વિમલશ્રીએ અનુક્રમે રામના જેવો સુંદર ગર્ભ ધારણ કર્યો. તે ગર્ભથી તેણીનું મુખ પાંડુર (શ્વેત) વર્ણવાળું થયું. તેમાં શું આશ્ચર્ય છે ? કેમ કે તે ગર્ભ તો ભવિષ્યમાં સુશોભિત યશ વડે દશે દિશાઓને ઉજજવળ કરવાવાળો છે. સારા કંઠવાળી અને શઠતા રહિત તે વિમલશ્રીએ તે વખતે શ્રી દેવ, ગુરુ અને સંઘની પૂજા તેમ જ દાન વગેરેમાં અનેક પ્રકારની મોટી મોટી ઇચ્છા કરી. સ્ત્રીઓને ઉત્તમ ગર્ભના પ્રભાવથી ઉત્તમ ઇચ્છાઓ જ થાય છે અને ઉત્તમ ગર્ભ ન હોય ત્યારે તેઓ શું માટી અને રાષ્ટ્રની અભિલાષા કરતી નથી ? (થાય જ છે.) અનુક્રમે નવ માસ પૂર્ણ થતાં શુભ દિવસે તેણે પુત્રને જન્મ આપ્યો. તે વખતે તેના પિતા દેદે લોકને વિસ્મય ઉત્પન્ન કરે તેવો તેનો જન્મોત્સવ કર્યો. પછી બારમે દિવસે સજજનોને
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org