________________
તળાઈવાળા પલંગમાં સુખે સૂતી હતી, તેવામાં રાત્રિના ચોથા પહોરમાં તેણીએ આ પ્રમાણે સ્વપ્ન જોયું : તેણીએ જાણ્યું કે મેં એક દીવો પ્રગટ કર્યો, તે પ્રથમ અલ્પ કાંતિવાળો થઈને બીજાને ઘેર ગયો. પછી અનુક્રમે સમુદ્રના સીમાડા સુધી પહોંચે તેવી દેદીપ્યમાન કાંતિવાળો થયો. આવું સ્વપ્ન જોઈ, “આ મારું શુભ સ્વપ્ન નિષ્ફળ ન થાઓ” એમ ધારી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં તેણીએ શેષ રાત્રિ ઊંધ્યા વિના પસાર કરી. પછી પ્રાત:કાળે તેણીએ સ્વપ્નનો વૃત્તાંત મધુર વાણીથી પતિ આગળ કહ્યો. ત્યારે તેણે કહ્યું : “આ સ્વપ્નથી તને પુત્ર ઉત્પન્ન થશે.” આવું પ્રિય વચન સાંભળીને હર્ષથી રોમાંચિત થઈ, “તમારું વચન સાચું થાઓ” એમ કહી તેણીએ શકુનની ગાંઠ બાંધી. ફરીથી પતિએ કહ્યું: હે પ્રિયા ! સંપત્તિરૂપી પુષ્પવાળું થયેલું આપણું ગૃહસ્થાશ્રમરૂપી વૃક્ષ પુત્રરૂપી ફળને આપનારું થાય, એવું આપણું ભાગ્ય ક્યાં છે ? વળી, દીર્ઘ નેત્રવાળી તું હંમેશા સાયંકાળે ઘરમાં દીવો કરે છે, તે તને સ્વપ્નમાં યાદ આવ્યો હોય તો તે અનુભવેલું સ્વપ્ન આવ્યું કહેવાય અને તે અનુભવેલું સ્વપ્ન નિષ્ફળ હોય છે.” તે વિશે કહ્યું છે કે
અનુભવેલું, જોયેલું, ચિંતવેલું, સાંભળેલું, પ્રકૃતિ (શરીર)ના વિકારવાળું અને દેવતાનું આપેલું-આટલી જાતનાં સ્વપ્નનાં નિમિત્તો શુભ-અશુભ ફળને આપનારાં થતાં નથી.” (૨૫)
તે પછી દેદીપ્યમાન નેત્રવાળી તેણીએ શંકા થવાથી તે
• • • • • • • • • • • • • • •
વિમલશ્રી સુપ્રભાતમ્
૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org