________________
હતી. તેથી હજુ સુધી આ બંદીજનો (ભાટ-ચારણો) પ્રાતઃકાળે સભાજનોને આશીર્વાદ આપતી વખતે વિમલશ્રીનાં સુપ્રભાતિયાં બોલે છે. કહ્યું છે કે
---
‘“ધન, શરીર, પરિવાર વગેરે સર્વ નાશ પામે છે, પરંતુ દાન વડે લોકમાં ઉત્પન્ન થયેલી એક કીર્તિ જ સ્થિર રહે છે.'' (૨૨)
પુત્રની પ્રાપ્તિ : આ પ્રમાણે દાનમાં જ આસક્ત થયેલા તે દંપતીના કેટલાક દિવસો વ્યતીત થયા, પરંતુ તેમને એક પણ પુત્ર થયો નહીં, તેથી ચિતાની જેવી તેમને ચિંતા થઈ. એ માટે લોકમાં કહેવાય છે કે
‘“વંશની વૃદ્ધિને કરનારી તે અટવી પણ ધન્ય છે, બાળકોના સ્પર્શવાળી તે વનની ભૂમિ પણ પ્રશંસાનું સ્થાન છે, પુષ્પોને પ્રસવનારી તે વેલડી પણ પ્રિય છે, અંદરની સુગંધ વડે શોભતા મધ્યભાગ વડે મનોહર એવી તે કેતકી ક્યાં પામી શકાય ? અર્થાત્ તેવી કેતકી પણ વખાણવા લાયક છે, પરંતુ સમગ્ર પ્રકારના અપત્ય (સંતાન) રહિત એક માત્ર સ્ત્રીને જ ધિક્કાર છે.'' (૨૩)
‘‘જો કદાચ સ્ત્રી પોતે ગુણ રહિત હોય તોપણ તેને જો એક જ ઉત્તમ પુત્ર હોય તો તે સુગંધથી ગંધની ધૂળ (રજ)ની જેમ અમાપ મહિમાને પામે છે.'' (૨૪)
એક વેળા રાત્રે તે વિમલશ્રી ગંગા નદીની રેત જેવી કોમળ
૧. કુળ અને વાંસ.
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૨૪
www.jainelibrary.org