SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્મળપણું એટલું બધું અદ્ ભુત હતું કે તેમાં પ્રાતઃકાળે આવેલી ધનવાન લોકોની સ્ત્રીઓ તેમાં પડેલા પ્રતિબિંબના બહાનાથી પાતાલકન્યાઓ જેવી દેખાતી હતી. તે શાળામાં જડવા માટે સુવર્ણનાં પતરાં કરાવવામાં જેટલું દ્રવ્ય લાગે તેટલા દ્રવ્યનો ખર્ચ તેણે તે શાળામાં કર્યો હતો. અહો ! કેવી તેની ઉદારતા! તે દેદે તે શાળા મૂલ્યથી, વર્ણથી અને નામથી પણ સુવર્ણની બનાવી, પોતાનું વચન પ્રમાણરૂપ કરી પુરુષોને આશ્ચર્યચકિત કર્યા. એક પોઠિયાનું ઉત્તમ સુગંધી કેશર રાખ્યું હતું, તે જિનપ્રતિમાની પૂજાને માટે તીર્થોમાં મોકલી પછી દેદ પોતાને ઘેર ગયો. વિમલશ્રી સુપ્રભાતમ્ તે દેદને વિમલશ્રી નામની નિર્મળ-પવિત્ર પત્ની હતી. તે વય, લાવણ્ય અને પુણ્યાદિક ગુણો વડે પોતાના સરખી હતી. તે બન્નેને પરસ્પર અધિક પ્રેમ હોવાથી તેમનાં મન, વચન અને ક્રિયા એકસરખાં જ હતાં, પરંતુ વિધાતાએ શરીર વડે જ તેમની ભિન્નતા કરી હતી (માત્ર શરીરથી જ તે જુદાં હતાં). તે વિમલશ્રી પ્રાત:કાળે ઊઠીને હંમેશાં જિનેશ્વરના ચૈત્યમાં અને પૌષધશાળામાં જઈને પછી પોતાને ઘરે આવતી હતી. તેટલા વખત સુધીમાં હર્ષપૂર્વક તે મેઘની લીલા વડે પોતાના શરીરની કાંતિના બહાનાથી જાણે જળબિંદુની વૃષ્ટિ ન કરતી હોય તેમ હંમેશાં સવાશેર ગદિયાણાદિક સુવર્ણની વૃષ્ટિ કરતી વિમલશ્રી સુપ્રભાતમ્ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૨ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy