________________
લતાની સામે પ્રવાહે તરવા વડે પરીક્ષા કરવા માટે નદીએ ગયો. ત્યાં ઈઢોણીને છોડીને તેમાંથી એક એક લતાના તંતુને તેણે નદીના પ્રવાહમાં મૂકવા માંડયા. જ્યારે તે ચિત્રાવલીનો તંતુ નદીમાં મૂકવામાં આવ્યો ત્યારે તે તંતુ સામે પ્રવાહે ચાલ્યો અને તે સર્પરૂપ થઈ ગયો. તેના મોટા ફૂંફાડા વડે જળના તરંગો ઊછળવા લાગ્યા. તે વખતે યમુના નદીમાં રહેલા કાલિયા નાગની જેમ તે નાગે કયા કયા લોકને ભયભીત નહિ કર્યા હોય ? (સર્વને ભયવાળા કર્યા.) રાજાએ તેને ગ્રહણ કરવા માટે ઘણું ધન આપવાની લાલચ આપી, તો પણ કોઈ પણ તારુ-લોક, મૃત્યુના ભયના લીધે, તેને પકડવા શક્તિમાન થયા નહીં, ત્યારે રાજાએ પોતાના બાહુએ અંગદ બાંધેલું હતું તેમાં ફણિજિત નામનો મણિ જડેલો હતો, તે અંગદ પોતાના એક સુભટને આપ્યું, તેને તે પોતાના હાથે બાંધીને સર્પ પાસે ગયો, એટલે તરત જ તે સર્પ અદશ્ય થઈ ગયો (ચિત્રવેલીરૂપ સર્પ અદશ્ય થયો). કલ્યાણલક્ષ્મીના કારણ-૩૫ નરભવ જેવી દુર્લભ તે લતાને પામ્યા છતાં પણ પ્રમાદીના જેવા રાજાએ તે લતા વૃથા ગુમાવી દીધી. દેવ (નસીબ) ક્રોધ પામે છે, ત્યારે તે કાંઈ ચપેટા (લાત) વડે કોઈ પણ પ્રાણીને મારતો નથી, પરંતુ તે પ્રાણીને એવી દુર્મતિ-કુબુદ્ધિ આપે છે કે જેથી તેનું કાર્ય વિનાશ પામે છે. તેથી આ જગતમાં જે ભાગ્યવાન પુરુષ હોય તે જ પ્રશંસાપાત્ર છે; શૂરવીર કે પંડિતજન વખાણવા લાયક નથી. શું પાંડવો વીર
૧. સને જીતનાર. ૨. દેવ ન મારે ડાંગ દેવ કુબુદ્ધિ આપે. પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org