________________
અને વિદ્વાન હોવા છતાં પણ વનમાં ન ભમ્યા ?
પેથડના ભાગ્યની પરીક્ષા રાજાએ પેથડનું અદ્ભુત ભાગ્ય જાણી તેની ચાડી સાંભળવાનો જાવજીવ નિયમ લીધો. પોતાના અખંડિત ભાગ્યને લીધે પેથડ અને ઝાંઝણને તે રાજા એવો વશ થયો કે બીજા મૂળ અને મંત્ર વગેરેના વશીકરણથી પણ તેવો વશ થાય નહીં. એકદા પેથડને રાજાએ કહ્યું: “હે મંત્રી ! તું છત્રને લાયક છે, પરંતુ એક રાજ્યમાં બે છત્ર હોઈ શકે નહીં, તેથી તારે હવે પછી શ્રીકરી વિના ઘરમાંથી બહાર નીકળવું નહીં.” આ પ્રમાણે રાજાની આજ્ઞાથી તે પેથડ પોતાના મસ્તક પર મોરના પીંછાંનું છત્ર ધારણ કરવા લાગ્યો, તે જોઈ ભાટ, ચારણ વગેરે બંદીજનો તેને “શ્રીકરી વડે ગાઢ અંધકારવાળો' કહેવા લાગ્યા-એવા શબ્દથી તેની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીકરી ઉપર રહેલા સુવર્ણના કળશની અને તેના લાંબા દાંડાની કાંતિ પડતી હોવાથી, જાણે કે વીજળી સહિત મેઘ, સમુદ્રની જેવી મુદ્રા સહિત એવા તે પેથડને આશ્રય કરીને રહ્યો હોય તેમ દેખાતું હતું. મોટી રાજ લક્ષ્મી પોતાને સ્વાધીન રાખનાર, શ્રેષ્ઠ છત્ર-ચામરને ધારણ કરનાર તથા મસ્તક ઉપર શ્રીકરીને ધારણ કરનાર તે પેથડ પર્ણના ૧. મોરના પીંછાનું છત્ર.
પેથડના ભાગ્યની પરીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org