________________
આંતરાવાળો સાક્ષાત્ રાજા જ થયો (રાજા તો માત્ર નામનો જ હતો).
એકદા બ્રાહ્મ મુહૂર્ત (પરોઢિયે) ઊઠીને મોટી સંપદાને પામેલા તે પેથડ મંત્રીને પોતાની પૂર્વ નિર્ધન અવસ્થા યાદ આવી. તે વખતે પોતાના આત્માને ઉદ્દેશીને બોધ આપવા માટે તે આ પ્રમાણે બોલવા લાગ્યા: “હે જીવ ! આવી લક્ષ્મીને પામીને આજે તું ગર્વ ન કર, કારણ કે પ્રાણીને સંપત્તિ અને વિપત્તિ દડાના ઉત્પાત અને અધઃપાતની જેમ પ્રાપ્ત થાય છે. તેમાં પૂર્વના પુણ્યથી સંપત્તિ અને પૂર્વના પાપથી વિપત્તિ પ્રાપ્ત થાય છે. તેથી કરીને મોટા રાજાને પરણીને મોટા સત્કારને પામેલી ચિતારાની પુત્રીની જેમ તું હંમેશાં ગર્વના આગમનમાં અર્ગલારૂપી તે પૂર્વની દશાનું
સ્મરણ કરજે, કે જેથી ગર્વને આવવાનો અવકાશ રહે નહીં.' આ પ્રમાણે પોતાના આત્માને બોધ આપીને ફરીથી તેણે વિચાર્યું : ‘મને આવી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, તેથી જણાય છે કે હમણાં મારા પૂર્વના પુણ્યનો ઉદય વર્તે છે.” કહ્યું છે કે
જેમ માટીની ગંધ વરસાદને સૂચવે છે, પૈડાનો શબ્દ ગાડાને સૂચવે છે, પક્ષીનો સમૂહ નિર્જનપણાને સૂચવે છે, વીજળીના વિલાસો ઉન્નત મેઘને સૂચવે છે, દીવાની જ્યોતની અકંપતા વાયુના અભાવને (સ્થિરતાને) સૂચવે છે અને ધુમાડો અગ્નિને સૂચવે છે, તેમ વિસ્તારવાળો વૈભવ પૂર્વના પુણ્યનો ઉદય સૂચવે છે -અનુમાનથી જણાઈ આવે છે.” પેથડકુમાર ચરિત્ર
६८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org