________________
પેથડનો સુવર્ણસિદ્ધિ-પ્રયોગ
ભા
I
‘તેથી હવે હું જોઉં છું કે આટલા દિવસ સુધી ઉદ્યમ કરવા છતાં પણ સુવર્ણસિદ્ધિ મને ફુરાયમાન થઈ નહીં તે શું મારા અભાગ્યને લીધે કે કાંઈક વિસ્મરણને લીધે ? તેની ખાતરી કરવા માટે ઉત્તમ મેઘ જેવા, ઓષધિઓની ખાણરૂપ આબુ પર્વત ઉપર જાઉં, કેમ કે ઇચ્છિત ઓષધિઓ મોટા પર્વત સિવાય અન્ય સ્થળે મળી શકતી નથી.”—આ પ્રમાણે વિચાર કરીને તેણે પ્રાતઃકાળે રાજાને કહ્યું : “હે દેવ ! પહેલાં ઘી નહીં આપવાથી આપ ક્રોધે ભરાયા હતા. તે વખતે મેં કલ્યાણની ઇચ્છાથી યાત્રા માની હતી. તે વખતે મારું વિદન જતું રહ્યું હતું; ઊલટી આપની પ્રસન્નતા થઈ હતી. તેથી જીરાપલ્લી નગરીમાં રહેલા શ્રી પાર્શ્વનાથ મહારાજને નમસ્કાર કરવાની મારી ઇચ્છા છે.” તે સાંભળી રાજાએ વિચાર્યું: “સત્ય વચનના ક્ષીરસાગરરૂપ આ મંત્રીએ જ કહ્યું તે ખોટું નથી, કેમ કે પીડા પામેલા પ્રાણીઓ સર્વ કરે છે તથા તે શ્રી પાર્શ્વનાથ અઈનું પણ ઇચ્છાને પૂર્ણ કરનાર તીર્થ છે.’-એમ વિચારી રાજાએ તેને જવાની રજા આપી. ત્યારે રાજાની આજ્ઞા પામીને તે પેથડ પરિવાર સહિત ચાલ્યો, અને જીરાપલ્લીમાં જઈ જિનેશ્વરને નમસ્કાર કરી તે આબુ પર્વત ઉપર ચઢયો. ત્યાં પણ દેવોને વંદના કરી, પર્વત પર ચોતરફ ફરી ફરીને પુષ્પાદિક વડે ઓળખાતી ઔષધિઓને તેણે એકઠી કરી. તેના રસ
પેથડનો સુવર્ણસિદ્ધિ-પ્રયોગ
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org