________________
વડે પોતાની પાસે એક છરી હતી તેના પર લેપ કરી તેને અગ્નિમાં નાંખી તેને સુવર્ણરૂપ કરી દીધી. “મેઘના યોગથી સર્વ ધાન્યાદિક થાય છે.' અગ્નિની શીતળતા, પથ્થરનું સુવર્ણપણું અને પાણીનું ઊંચે ચઢવું વગેરે, ધન-ધાન્ય વગેરે તથા ધર્મ અને સ્વર્ગ વગેરે બધું યોગથી જ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે મંત્રીએ પોતાના અભાગ્યરૂપી લોઢાની અર્ગલા ભાંગી ગઈ એમ નિર્ણય કરી બીજુ સુવર્ણ બનાવવા માટે પોતાના સેવકને માંડવગઢ મોકલી ઘણું લોઢું મંગાવ્યું. તે સેવકના કહેવાથી ભય રહિત ઝાંઝણે ઊંટડીઓ ભરીને ઘણું લોઢું મોકલ્યું. તે જોઈ લોકોએ તર્ક કર્યો : ‘રાજાને માટે શસ્ત્રો ઘડવાના હશે તેથી આટલું લોઢું મોકલે છે.” તે લોઢું લઈ બુદ્ધિમાનોમાં ઇંદ્ર સમાન તે પેથડ મંત્રી, પોતાના સાત-આઠ વિશ્વાસુ પુરુષોને સાથે રાખી, ક્યાંક દૂરના સ્થાને ગયો. ત્યાં ઔષધિઓના રસને મેળવી તે રસનો લોઢા પર લેપ કરી અગ્નિમાં નાંખી નિદ્રા રહિત થયેલા તેણે સાત રાત્રિ-દિવસમાં તે સર્વ સુવર્ણ કર્યું. પછી તે બધું સુવર્ણ ઊંટડીઓ પર ભરીને, વેગથી ચલાવી અને તેની પાછળ રક્ષણ માટે ઘોડેસ્વારો અને સૈનિકોને ચલાવ્યા. પછી શ્રી આદિનાથને વંદન કરવા માટે ચૈત્યમાં આવી તેણે આ પ્રમાણે વિચાર કર્યો : “સુવર્ણના લોભથી ઘણા છક્કાય જીવોનો ઘાત કરનારા મને ધિક્કાર છે. ત્યાગ કરવા લાયક દરેક બાબત જવી અશક્ય હોય તોપણ ઉત્તમ પુરુષો અતિ સાવઘને તો સહેલાઈથી અવશ્ય ત્યજે છે; તેવું અતિ સાવદ્ય-સ્વરૂપ કાર્ય મેં કર્યું છે, તેથી નરકમાં પણ મારું સ્થાન નથી. સારા શ્રદ્ધાળુને પેથડકુમાર ચરિત્ર
•
• • • • • •
• • • • • • • • •
• • • • • • • • • • • • • • • •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org