________________
પણ જો સવાવસો ધર્મ કહ્યો છે, તો આવુ કર્મ કરનારા મારા જેવાને તો સ્વપ્નમાં પણ તે સવાવસો ધર્મ છે જ નહીં. હવે તો જે થવાનુ હતું તે થયું, પરંતુ હવે પછી આ કર્મ હું નહીં કરું, અને જેટલું સુવર્ણ બનાવ્યું છે, તે સર્વનો તીર્થમાં જ વ્યય કરીશ.’-આ પ્રમાણે વિચારીને તેણે પાપના ભયને લીધે કોઈને સુવર્ણસિદ્ધિ બતાવવી નહીં અને પોતે પણ હવે નવું સુવર્ણ બનાવવું નહીં, એ પ્રમાણે જિનેશ્વરની પાસે યાવત્ જીવનનો નિયમ કર્યો.
આ પેથડ મંત્રીએ આવી સુવર્ણસિદ્ધિનો પણ તે અતિ સાવઘ હોવાથી, ત્યાગ કર્યો. તે સાંભળીને બીજા ભવ્ય પ્રાણીઓએ પણ તેવા સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવો યોગ્ય છે. તલ, મધ અને લાખ વગેરેનો વેપાર કરનારા મનુષ્યો આ ભવમાં પંક્તિ રહિત થઈને પરભવમાં નારકની પંક્તિમાં ઉત્પન્ન થાય છે.
ત્યાર પછી બે નાનાં તીર્થોની યાત્રા કરીને પુણ્યવંત પુરુષોના અલંકારરૂપ તે પેથડ મંત્રીએ માંડવગઢમાં આવી તે સઘળા સુવર્ણ ઉપર તીર્થનુ નામ લખી તેને અતિ ગુપ્ત સ્થાનમાં સ્થાપન કર્યું.
૭૧
ચિત્રવેલી-પ્રાપ્તિ અને સુવર્ણસિદ્ધિ વગેરે
અંગેનો આ ત્રીજો તરંગ સમાપ્ત થયો.
૧. ઉત્તમ વેપારીની પંક્તિથી બહાર થઈને.
Jain Education International
પેથડનો સુવર્ણસિદ્ધિ-પ્રયોગ
For Private & Personal Use Only
www.jainelibrary.org