________________
ચોથો
તરંગ
ચોરાશી ચૈત્યોનું નિર્માણ અને જીર્ણોદ્ધાર
પેથડ મંત્રીને વેપાર કરવાથી તથા તત્કાળ પ્રાપ્ત થયેલી સુવર્ણસિદ્ધિથી પાંચ લાખથી વધારે લક્ષ્મી થઈ. “મંત્રી વગેરે સ્થાનની પ્રાપ્તિ થાય, કુસંગ પ્રાપ્ત થાય તથા પ્રથમની સુખસામગ્રીનો નાશ થાય ત્યારે; કોઈક વિરલા પુરુષો જ ધર્મકાર્યમાં તત્પર રહી શકે છે. તેથી તેના વ્રતનો ભંગ ન થાઓ.”-એમ ધારી શ્રી ધર્મઘોષ નામના સૂરિ મહારાજ પેથડનો ઘણો વૈભવ સાંભળી અવંતી દેશમાં આવ્યા. જે પુરુષો શ્રી ગુરુ મહારાજના હૃદયરૂપી દર્પણની અંદર પ્રતિબિંબરૂપ છે, તે પુરુષો ધન્ય મનુષ્યોમાં મુગટ સમાન અને કલ્યાણલક્ષ્મીના સ્થાનરૂપ છે. તે આચાર્ય મહારાજ અનુક્રમે વિહાર કરતા સાંજના સમયે એક ગામમાં ગયા.
આ. શ્રી ધર્મઘોષસૂરિનો પ્રવેશોત્સવ
ત્યાં અત્યંત વાચાળ માધવ નામનો એક બંદી' રહેતો હતો. ગુરુ મહારાજ તે રાત્રિએ તે ગામમાં રહ્યા. તે વખતે માધવે લોકોના
૧. ભાટ-ચારણ.
પેથડક માર ચરિત્ર
છે
રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org