________________
આંગણામાં જાણે ઉત્કૃષ્ટ મૂર્તિમાન દેવત્રયી' હોય તેમ શોભતા હતા. પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર (ઉજજવળ) ગુણવાળા, આનંદ આપનાર ત્રણ રત્ન વડે દેદીપ્યમાન એવા ધર્મઘોષ નામના ગુરુનાં બે ચરણકમળને વિષે ભમરા સમાન અને સમૃદ્ધિવાળી અવંતીના ચિરકાળ સુધી અલંકારના મણિ સમાન શ્રી પેથડ મંત્રીનો, કર્ણને સ્વાદિષ્ટ (મનોહર), આ સુકુ તાદિકના સાગર સમાન (સુકૃતસાગર) નામનો પ્રબંધ પૂર્ણ થયો. આ પ્રબંધ શ્રી નંદિરત્ન ગુરુના ચરણકમળમાં ભ્રમરપણાને પામેલા રત્નમંડને રચ્યો છે, અને વિદ્યા વડે સુશોભિત પંડિત સુધાનંદ ગુરુએ આ પ્રબંધને દોષરહિત કર્યો છે (સુધાર્યો છે), તથા આની પહેલી પ્રત આળસ રહિત (ઉદ્યમી) વિનયવાન નંદિવિજય નામના મુનિએ લખીને પ્રગટ કરી છે. આ ગ્રંથને સત્પષો સુગંધને વિસ્તારનાર વાયુના ન્યાય વડે વિસ્તારો. ※※※※※※※※※※※※※※※※※※※※※ - ઈતિ શ્રી યુગપ્રધાન ગુરુ શ્રી સોમસુંદરસૂરિની પાટના પર - અલંકાર શ્રી રત્નશેખરસૂરિના શિષ્ય પંડિત શિરોમણિ જ - શ્રી નંદિરત્ન ગણિના ચરણની રેણુ સમાન શ્રી રત્નમંડને િરચેલા મંડન શબ્દના ચિહ્નવાળા આ સુકૃતસાગર નામના જ
ગ્રંથને વિષે શ્રી પેથડના પુત્ર શ્રી ઝાંઝણના પ્રબંધને આ કહેનારો આ આઠમો તરંગ સમાપ્ત થયો.
૧. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર-એ ત્રણ દેવ. પેથડકુમાર ચરિત્ર
૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org